Entertainment

ગીતાબેનના જન્મ દિવસ જાણો તેમનો જીવન સંઘર્ષ ! આ ખાસ વ્યક્તિ ના લીધે આજે સંગીત ની દુનીયા મા….

આજે ગુજરાતની કોયલ ગણાતી ગીતા રબારીનો જન્મ દિવસ છે! ત્યારે આજના દિવસે ગીતાબેનના જન્મ દિવસ જાણો તેમનો જીવન સંઘર્ષ વિશે જાણીશું! આ ખાસ વ્યક્તિ ના લીધે આજે સંગીત ની દુનીયામાં કંઈ રિતે આવ્યા અને પોતાના જીવનમાં કંઈ રીતે તેમને સંઘર્ષ થકી સફળતા મેળવી! ખરેખર તમે આ સફળતા વિશે જાણીને તમને પણ આશ્ચય થશે તેમજ આ સિવાય તેમને જે વ્યક્તિ થકી સફળતા મળી એમને ગુજરાતી સિનેમા અનેક કલાકારો ને લોકપ્રિયતા અપાવી.

ગીતા રબારીના અંગત જીવન પર એક નજર કરીએ તો!
ગીતા રબારી નો જન્મ 31 જાન્યુઆરી, 1996ના રોજ જન્મેલા ગીતાબેન રબારી લોકગાયિકા તરીકે પ્રખ્યાત છે. જન્મ કચ્છના અંજારમાં થયો છે.તેમનો સૂર સાંભળવા આજે ભીડ એક્ઠી થાય છે. જો કે ગીતાબેને પહેલું ગીત 5મા ધોરણમાં અભ્યાસ કરતા સમયે ગાયું હતું. શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ગીતાબેને રબારીએ પહેલું ગીત ગાયું હતું.પહેલું ગીત ‘બેટી હું મેં, સિતારા બનુંગી’ ગાયું હતું..બાદમાં શિક્ષકોએ તેમની પ્રતિભા પારખી, અને ગીતાબેન એ શિક્ષકોની દોરવણી પ્રમાણે ગીત ગાવાના શરૂ કર્યા.રસપ્રદ વાત એ છે કે લ સંગીતની કે ગાયકીની કોઈ તાલીમ નથી લીધી. તેમનો કંઠ ગોડ ગિફ્ટ છે. આજે માત્ર કચ્છ જ નહીં પરંતુ ગુજરાત અને દેશવિદેશમાં કચ્છની કોયલ તરીકે જાણીતા બન્યાછે.

2012માં ગાયનની શરૂઆત કરી હતી. કચ્છના જુદા જુદા ગામડાઓમાં નાના નાના કાર્યક્રમોમાં ગીત ગાઈને શરૂઆત કરી હતી. પહેલું ગીત મનું રબારી થકી તેમને મળ્યું અને આ ગીત ગાઈને ગીતા રબારી ઘર ઘરમાં લોકપ્રિય નામ બની ગયું હતુ. ટૂંકમાં કહીએ તો ગીતા બેન રબારી ને ગુજરાતી સંગીતની દુનિયામાં મનું ભાઈ રબારી લઈ આવ્યા અને તેમની મ્યુઝિક સ્ટુડિયો દ્વારા તેમને આ ક્ષેત્રે સફળતા મળી. જેમ બોલીવુડના કરણ જોહર ડેબ્યુ કરાવે છે, તેમ મનું ભાઈ રબારી એ સંગીત ની દુનિયામાં અનેક લોક ગાયક કલાકાર ને નામ અપાવ્યું છે. આ નામોમાં ગીતા બેન રબારી પણ સામેલ છે. એકલો રબારી ગાયા પછી તેમને રોણા શેર ગાઈને પછી તો ક્યારેક પાછળ ફરીને જોવાનો વારો આવ્યો હતો.

એકલો રબારી’ સોંગ ટર્નિંગ પોઈન્ટ બન્યું હતું. આ આલ્બમ કચ્છના માલધારી સમાજમાં જબરજસ્ત વખણાયું હતું. બાદમાં ‘રોણા શેરમા’ ગીતે ને વર્લ્ડ ફેમસ બનાવી દીધા. આ ગીતને યુટ્યુબ પર અત્યાર સુધીમાં 227 મિલિયન કરતા વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.આ ઉપરાંત મા તારા આશીર્વાદ’ અને ‘મહાદેવ’ ગીત પણ જાણીતા છેલોકપ્રિયતા સાત સમુંદર પાર પણ છે. ગીતાબેન આફ્રિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં 400થી વધુ સ્ટેજ શૉ કરી ચૂક્યા છે. કચ્છના સિરાચા ગામમાં થયેલા એક પ્રોગ્રામમાં તેમણે 3.5 કરોડ ભેગા કર્યા હતા. તો માધાપરના કાર્યક્રમમાં 1.5 કરોડ અને વલસાડમાં 1 કરોડ ભેગા કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!