Entertainment

અમેરિકામાં ગીતાબેન ઉપર થયો ડોલર અને પાઉન્ડ વરસાદ! સવા બે કરોડ રૂપિયા ભેગા થતા ગીતાબેન કહ્યું કે..

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ ગીતાબેન રબારી અમેરિકામાં છે. અમેરિકાના દરેક શહેરોમાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં ગીતાબેન રબારીની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ગીતા બેન વિદેશની ધરતી પર આપણા ગુજરાતીઓને ગુજરાતી ગીતો દ્વારા મંત્રમુગ્ધ બની જાય છે. જે રિતે આપણે અહીંયા ત્યાં રૂપિયાનો વરસાદ થાય છે બસ એવી રીતે અમેરિકાની ધરતી પર ડોલરોનો વરસાદ થાય છે.

હાલમાં જાણવા મળ્યું છે કે, યુક્રેનના પીડિત લોકો માટે યોજાયેલ આ ડાયરામા ગીતાબેનના સુરીલા કંઠમાં મંત્રમુગ્ધ બનીને લોકોએ ડોલરોનો વરસાદ કર્યો છે. અત્યાર સુધીમાં પણ 3 લાખ કરોડ ડોલર એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે સવા બે કરોડ જેટલી કિંમત. આ તમામ પૈસાઓ સેવા અર્થે વપરાશે. ખરેખર ગીતાબેન રબારી જે રીતે મધુર અવાજમાં ગાય છે તે ખરેખર ખૂબ જ સુંદર છે.

આ સરહાનીય ઘટના વિશે વધુ જાણીએ. સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, સુરત ગુજરાતી લેવા પટેલ સમાજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી લોકડાયરાનું આયોજન રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અનેક લોકો ત્યાં ઘર વિહોણાની સાથે ધંધા રોજગાર પણ પડી ભાગતાં પાયમાલ થઈ રહ્યા છે. રોજિંદા કમાતા લોકોની સ્થિતિ કફોડી હાલતમાં છે.

વડાપ્રધાનની આ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રેરીત થઈ અમેરિકામાં વસ્તા ચંન્દ્રકાંતભાઈ પટેલ, ઝેનભાઈ પટેલે અમેરિકામાં ભારતીય કાર્યક્રમ આયોજક ભાવનાબેન મોદીને વાત કરતાં તેમણે આ સેવાકીય કાર્યક્રમમાં સહયોગ આપવા ગુજરાતના લોક ગાયિકા ગીતાબેન રબારીનો સંપર્ક કરતાં ગીતાબેને સેવાકાર્યમાં સાથ-સહકાર આપવાની ખાતરી આપતાની જ સાથે અમેરિકાના ડલાસસિટી લોકડાયરો યોજાયો હતો. જેમાં લોકોએ ડોલર તેમજ પાઉન્ડનો વરસાદ કર્યો હતો. ગીતાબેને જણાવ્યું કે, પ્રત્યેક્ષ અને પરોપકારીક રીતે કોઈપણ સેવાકીય કાર્ય કરવામાં આવે તો ચોક્કસ પણે સિદ્ધ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!