ગુજરાતની ‘કચ્છી કોયલ’ એવા ગીતાબેન રબારીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ! જુઓ આ વિડીયો, એવુ તો શું છે?
ગુજરાતી સિંગરની જ્યારે વાત કરવામાં આવે , ત્યારે સૌથી પહેલા ગીતાબેન રબારીનું નામ યાદ આવી જાય! આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગીતાબેન રબારી કચ્છના નાના એવા ગામમાંથી આવે છે અને આજે તેઓ ગુજરાતમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આજે દેશ-વિદેશમાં તેમના કાર્યક્રમો યોજાય છે. હાલમાં જ મધ્યપ્રદેશમાં ગીતાબેન રબારીએ ધૂમ મચાવી હતી.
હાલમાં થોડા દિવસ પહેલા જ ગીતાબેન રબારીની તસવીરો વાયરલ થઈ છે. આ તસવીરો તેમના ફોટોશૂટની છે, જેમાં તેમણે લીલા રંગનો ખૂબ જ સુંદર લહેંગા ચોલી પહેર્યા છે. ખૂબ જ આકર્ષક સોનાના આભૂષણ પહેર્યા છે. જોતાં જ લાગે કે કોઈ મહારાણી બેઠા હોય. ખરેખર આ તસવીરો પોસ્ટ કરતાંની સાથે જ તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી છે અને સૌ કોઈ આ તસવીરોમાં વખાણ કર્યા હતા અને હાલમાં એજ લુકમાં ગીતાબેનની રિલ્સ સામે આવી છે.
ગીતાબેનએ જ ગાયેલું સોંગ ” 24 કેરેટ સોનું મારી માતાનું, મારા માથાનું મુગટ મારી માતાને, મારો વાળ ન વાંકો થાવા દે મારી માતા રે. ખરેખર આ સોંગ ખૂબ જ દિવ્ય છે અને આ સોંગ ગીતાબેન ગાઈ એટલે એમ થાય કે બસ સાંભળ્યા જ રાખીએ. ખરેખર આ રિલ્સ દરેક ચાહકોને ખૂબ જ પસંદ આવી છે.
ગીતાબેનના જીવન વિશે જણાવશું કે તેઓ સોશિયલ મીડિયામાં ભલે મોર્ડનયુગમાં જોવા મળતા હોય છે પરંતુ તેમની અસલ જીવમમાં ખૂબ જ સાદગી જીવન જીવે છે. ખરેખર તેમનો પહેરવેશ પણ ઘરમાં સામાન્ય હોય છે. સોશિયલ મીડિયાની લાઈફ જે દેખાઈ રહી છે આપણને એ ખરેખર વાસ્તવિકતા હોતી નથી. ત્યારે આજે અમે આપને ગીતા રબારીના અંગત જીવન વિશે પણ એક નજર કરાવીએ.
ગીતાબેન રબારીએ 10 વર્ષની ઉંમરમાં ગુજરાતી લોકગીત ગાવાની શરૂઆત કરી હતી. તેમનું જીવન ત્યારે બદલાયું જ્યારે મનું રબારી થકી તેમના બે ગીતો રોણા શેરમા અને એકલો રબારી લોકપ્રિય બન્યા. ગીતા બેનનો જન્મ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામ ખાતે એક સામાન્ય પરિવારમાં ગીતાબેનનો જન્મ થયો હતો.ગીતાબેન ના પિતાનું નામ છે કાનજીભાઈ રબારી અને માતાનું નામ છે વેંજુબેન રબારી.
ગીતાબેન ને બે ભાઈ હતા પરંતુ અમે તમને જણાવતા દુઃખ થાય છે કે તેમનું અકાળે મૃત્યુ થયું હતું.ગીતાબેન રબારીની અગાઉ ની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ ખરાબ હતી. આજે પણ એ પોતાની પરિસ્થિતિને ભુલ્યા નથી અને આટલો વૈભવ હોવા છતાંય પણ સાદગીપૂર્ણ જીવન જીવે છે.
View this post on Instagram