ગીતાબેન રબારીના સ્વરે માનવ મહેરામણ ઉમટી પડ્યું! ગીતાબેન રબારીની પ્રાઇવેટ ઇવેન્ટની ખાસ તસવીરો આવી સામે….
ગુજરાતના લોકપ્રિય સિંગરનું નામ આવે એટલે સૌથી પહેલા ગીતાબેન રબારીને યાદ કરવામાં આવે છે. ગીતાબેનના કંઠે ગવાયેલ ભજન અને લોકગીતો ગુજરાતીઓના હૈયામાં વસી ગયા છે. હાલમાં જ નવસારી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગીતાબેને લોકોને પોતાના સ્વરથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગીતાબેને પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ગીતાબેનના આ કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
ગીતાબેન રબારીના સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે નવસારી ખાતે એક પ્રાઈવેંટ ઇવેન્ટમાં ગીતાબેન રબારીએ ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી હતી. ગીતાબેન રબારીએ ઇન્સ્ટાગ્રામ પર આ ઇવેન્ટની તસવીરો શેર કરી છે. આ તસ્વીર શેર કરતા તેમણે જણાવ્યું કે, Some glimpse of yesterday night show at Navsari. Gujarat, sharing some pictures with all of you. આ તસવીરો પર 30 હજારથી વધુ લાઇક્સ મળી ચુકી છે.
આ તસવીરોમાં જોઈ શકશો કે હજારોની સંખ્યાઓમાં લોકો આ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા અને ગીતાબેનના કંઠે ગવાયેલા લોક ગીતો સાંભળ્યા હશે. તમે તસવીરોમાં જોઈ શકશો કે ગીતાબેન રબારીએ ભગવો પણ લહેરાવ્યો કારણ કે હાલમાં ચારોતરફ માત્ર રામનામનો જયકાર ગુંજી રહ્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ગીતાબેનના વખાણ કર્યા હતા કારણ કે તેમના કંઠે ગવાયેલું શ્રી રામજીનું ભજન ખુબ જ પ્રિય લાગ્યું હતું.
ગીતાબેન રબારીએ જે સફળતા પ્રાપ્ત કરી છે, તે શૂન્યમાંથી સર્જન છે અને તેમની લોક પ્રિયતાનું એક માત્ર કારણ છે તેમનો સુરીલો કંઠ અને આ જ કારણે તેઓ ગુજરાતના કોયલ તરીકે લોકપ્રિય છે. ખરેખર ગીતાબેન રબારીના જીવન પરથી એ શીખવું જોઈએ કે જીવનમાં તમે ધારો તો કંઈપણ કરી શકો છો કારણ કે ગીતાબેનની લોકપ્રિયતા એ સફળ જીવનનું ઉદાહરણ છે.