તૈયારી કરી લેજો ! આગામી 5 દીવસ મેઘરાજા આ જીલ્લાઓ મા ભુકા કાઢી નાખશે ?? જાણો હવામાન વિભાગ એ શુ આગાહી કરી…
વરસાદ અંગે હવામાન વિભાગે (Meteorological Department) શું આગાહી કરી છે. ગુજરાતના તમામ શહેરોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે હાલમાં જ હવામાન વિભાગે આગાહી કરી છે, રાજ્યના 62 તાલુકામાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડી શકે છે. 1 જુલાઈ સુધી ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની (monsoon) આગાહી કરવામાં આવી છે, જેથી ક્યાંક ધીમો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી શકે છે.
નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે કારણ કે ત્યાં વધુ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સુરત અને ડાંગ તેમજ તાપીમાં પણ વરસાદની શક્યતાને લઇ અને ઓરેન્જ એલર્ટ (orange alert )જાહેર કરવામાં આવ્યું છે, નગર હવેલી અને દમણમાં પણ રેડ એલર્ટ (redalert) જાહેર કરાયું હોવાથી વધુ વરસાદની શક્યતા જોવા મળી રહી છે.
સૌથી ખાસ વાત એ છે કે, દક્ષિણ ગુજરાતમાં (Gujarat monsoon ) અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, વલસાડ , નવસારી,સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, ભારે વરસાદ તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં વરસાદ પડી શકે છે.
ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદ પડવાના લીધે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા ખાસ સૂચનો આપવામાં આવ્યા છે.