લ્યો બોલો! બાળપણના મિત્રો બન્યા જીવનસાથી, અગ્નિની સાક્ષીએ બે યુવકોએ કર્યા ધામધૂમથી લગ્ન, જાણો ક્યાંનો છે આ કિસ્સો
હાલમાં જ મધ્યપ્રદેશ શહેરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, તમને જાણીને નવાઈ લાગશે કે 25 વર્ષથી મિત્રતા ધરાવતા બે યુવાનોએ એક બીજા સાથે લગ્ન કરીને સમાજમાં એક ઉત્તમ ઉદારહણ પૂરું પાડ્યું છે કે, પ્રેમ એ પ્રેમ છે. પ્રેમ કોઈ રંગ, રૂપ અને જ્ઞાતિ કે જાતિ જોઈને નથી થતો એ તો બસ થઇ જાય છે. પ્રેમ તો બસ લાગણી થી બંધાયેલો છે.
હાલમાં સોશિયલ મીડિયા પર માત્ર ને માત્ર આ બે મિત્રોની ચર્ચાઓ થઇ રહી છે. હાલમાં પ્રાઇડ મન્થ ચાલી રહ્યો છે, ત્યારે આ જ મહિનામાં આ બન્ને મિત્રોએ હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા. ખરેખર આ બન્ને યુવાનોએ સમાજની પરવાહ કર્યા વગર પોતાના પ્રેમને સાબિત કરી બતાવ્યો અને લગ્નના બંધને બંધાઈ ગયા. ખરેખર આ યુવાનોના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે. વિચાર તો કરો કે, 25 વર્ષથી સાથે રહેતા આ બન્ને મિત્રો વચ્ચે બોન્ડિંગ કેવું હશે?
25 વર્ષ બાદ આ બન્ને મિત્રો જીવનભરના સાથી બની ગયા છે. સમલૈગીકતા આપણા ભારતમાં પાપ ગણવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે સમલૈગીકતા ન તો કોઈ ગુન્હો છે કે ન તો પાપ! સમલૈકગિકતા કુદરતે આપેલ લાગણીની ભેટ છે, જો સમલૈંગિકતા પાપ હોત તો ઈશ્વરે તેનું સજર્ન ન કર્યું હોત, ખરેખર માણસે પોતાના સ્વભાવને અને વિચારધારાને બદલીને સમલૈગીકતાઓ સ્વીકાર કરવો જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.