ગિરનારની ગોદમાં અનેક વર્ષોથી બિરાજમાન કાશ્મીરી બાપુ! જેમનું આયુષ્ય કેટલું છે,એ આજ સુધી કોઈને ખબર નથી.
જ્યારે તમે ગિરનાર આવો ત્યારે ગિરનારની પર્વતમાળાની પાછળ આવેલ અતિ રમણીય આમુક આશ્રમ શાંતિની અનુભૂતિ કરાવે છે. આ આશ્રમના મહંત કાશ્મીરી બાપુનું ગયા વર્ષે જ 6 ફેબ્રુઆરીના રોજ તેમનું અવસાન થયું હતું.
તેઓએ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. ત્યારે આજે તેમનો દેહવિલય થતા ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
કાશ્મીરી બાપુના આશ્રમ જતી વખતે તમે સરખડિયા હનુમાનજીનાં દર્શન નો લાભ મળશે અને સાચું કહું તો આ સ્થાન પિકનીલ પોઈન્ટ પણ છે જ્યાં લોકો વન ભોજન માટે અચુક આવે છે. જંગલો ની વચ્ચે કુદરતી સૌંદર્યને માણતા તને બાપુમાં આશ્રમે પહોંચશો.
બાપુની સાથે આ આશ્રમમાં એક દેવી પણ રહેછે, જે હાલમાં આશ્રમના મહંત પદે છે. આજે પણ આશ્રમમાં સદાવ્રત ચાલે છે, કોઈપણ યાત્રાળુઓને પ્રસાદ લીધા વિના પાછા નથી જવા દેવામાં આવતા. જ્યારે પણ જૂનાગઢ આવો ત્યારે અહીંયા અચૂક આવજો.
કાશ્મીરીબાપુનું ખૂબ જ અનેરું મહત્વ છે, અને આજ સુધી કોઈ નથી જાણી શક્યું કે, કાશ્મીરીબાપુનું આયુષ્ય કેટલું છે! એવું કહેવાય છે કે, જ્યારે જીણા બાબા હતા ત્યારે પણ તેઓ તેમની સાથે જ હતા, બાપુનું તેજ એવું છે કે, તેમને જોતા કોઈપણ તેમની આયુને આંકી ન શકતા પરંતુ જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેમની ઉંમર 96 વર્ષની જાણવા મળી હતી.
ખબર નહીં અનેક વર્ષોથી તેઓ અહીંયા ગિરનારની ગોદમાં બિરાજમાન છે. ખાસ કરીને તેઓ આશ્રમની કુટીરમાં રહેતા અને લોકો તેમના દૂરથી જ દર્શન કરી શકે છે. બાપુ ક્યારેય પણ જાહેરમાં ન આવતા વાતો પણ નહોતા કરતા.
જયારે તમે કાશ્મીરી બાપુના આશ્રમ જાઓ ત્યારે તમને બાપુ ક્યારેય પણ પ્રસાદ લિધા વગર પાછા ન આવા દેતા અને આજે પણ આ પરંપરા યથાવત છે.
બાપુની શિવ ભક્તિની શક્તિ છે કે તેમના મુત્યુ સમયે પણ તેમના ચહેરાનું નૂર એવુંને એવું જ હતું. આ આશ્રમ બસ શિવ ભરોસે ચાલે છે અહીંયા કોઈ દાનનો સ્વીકાર કરવામાં આવતો નથી તેમજ અહીંયા સદાય અવિરતપણે કોઠાર રૂમ ભર્યો રહે છે! એકવાર કાશ્મીરિબાપુનાં દર્શન કરીને ધન્યતા અનુભવો.