જાહેરમાં એવું તો શું બોલી ગયા ગીગાભાઇ આહીર કે ચારણ સમાજ ભારે રોષે ભરાયો !! જાણો શું છે પૂરો મામલો ??કહ્યું હતું કે….
હાલ આખા ગુજરાતની અંદર એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેને લઈને ચારણ સમાજ તથા આહીર સમાજની અંદર ભારે રોષનો માહોલ છવાય ગયો છે, જેમાં તળાજાના આહીર જ્ઞાતિના સમૂહ લગ્નની અંદર ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિએ જાહેરમાં જ ચારણ સમાજ વિષે એવી વાત કહી દીધી હતી કે હાલ ચારણ સમાજમાં રોશની લાગણી પ્રગતિ ગઈ છે, એટલું જ નહીં અનેક કલાકારોએ આ અંગે પોતાનું નિવેદન આપ્યું છે.
આ વિડીયો વિષે રાજભા ગઢવી, હકભા ગઢવી તથા દેવાયત ખવડ જેવા અનેક મોટા મોટા કલાકરોએ આ વિડીયો અંગે નારાજગી જતાવી હતી જયારે માયાભાઇ આહીરે પણ આ વિડીયો અંગે દુઃખી આંખે નિવેદન આપ્યું હતું કે “અમને મામા કહો પણ અમે તો તમારા ચરણની રજ છીએ. જે વ્યક્તિને ઇતિહાસની ખબર ન હોય અને સમજ બારું હોય તેને શમા કરજો, હું સમસ્ત ચારણ સમાજને વીનતી કરું છું.”
આહીર સમાજના આગ્રણીએ બફાટ કરતા કહ્યું હતું કે ચારણ સમાજ દ્વારા ખોટા ખોટા વખાણ કરીને જ સમાજને લૂંટે છે અને સમાજની અંદર તિરાડો પાડે છે તેવી બફાટ બોલાવી હતી, એવું પણ કહ્યું હતું કે “હે મહાશક્તિ છે, ચારણે કોઈ દિવસ એની માં અને છોકરી સિવાય કોઈના વખાણ જ નથી કર્યા,તમને લૂંટી લે. તમે ભાઈએ ભાઈને નોખા પાડી દીધા” માં સોનલ વિષે પણ બફાટ બોલાવી દીધી હતી જેને લઈને ચારણ સમાજની અંદર ભારે રોષે ભરાયો હતો.
આ નિવેદન પર હકભા ગઢવી પણ રોષે ભરાયા હતા અને તળાજાની અંદર અન્ન તથા જળનો ત્યાગ કર્યો હતો અને હવે ક્યારેય હકભા તળાજામાં પાણી નહિ પીવે અને ક્યારેય કાર્યક્રમ ત્યાં નહિ કરે તેવી વાત કહી હતી, એટલું જ નહીં એ પણ કહ્યું હતું કે કોઈ આહીર સમાજના આગ્રણીએ તેમને આવું બોલતા અટકાવ્યા કેમ નહિ તે પણ વાત કહી હતી.
View this post on Instagram