ગીર સોમનાથ જાવ તો હરસિધ્ધિ માતાના મંદિર તથા જગડુશા આશ્રમ જરૂરથી જજો ! ઇતિહાસ એટલો રોચક છે કે જાણી તમે કહેશો “જય હરસિદ્ધિ માતા…
શેઠ સગાડશાનું નામ તો તમે સાંભળ્યું જ હશે? જેને આતિથ્ય ભાવ ખાતર પોતાના દિકરાને ખાંડી ને અતિથિ ને જમાડ્યા હતા. આ અતિથિ એટલે જગતના નાથ ભગવાન નારાયણ! ખરેખર ધન્ય છે, તેમની ભક્તીને! આવા જ ભક્ત પહેલા શેઠ જગડુશા થઈ ગયા અને જેમને માતાજીનું વરદાન મળેલું હોવાની પણ લોકવાયકા છે. આજે આપણે તેમની સાથે જોડાયેલ પૌરાણીક કથા વિશે વાત જાણીએ.
આ કથા વિશે અમે આપને સંપૂર્ણ વાત જણાવીએ! ગીર સોમનાથ જિલ્લામાંનું ગામ જયાં વર્ષોથી જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે. કોડીનાર નજીકના જગતિયા ગામ પાસે શેઠ જગડુશાની જગ્યા આવેલી છે. આ જગ્યામાં જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે. સૌથી નવાઈ ની વાત એ છે કે, અહીંયા ગેસ પર ચા, પાણી અને રસોઈ પણ બને છે.આ ગેસ સળગે પણ છે. છતાં આ ગેસની જ્વાળા દઝાડતી નથી. અહીં હરસિધ્ધિ માતાજીનું મંદિર પણ આવેલું છે. અહીંના શેઠ જગડુશાને માતાજીનું વરદાન મળેલું હોવાની પણ લોકવાયકા છે.
અહીંની જમીનમાં કુદરતી ગેસનો ભંડાર આવેલો છે. આ જગ્યા પર સેંકડો વર્ષોથી અહીંની જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે. મહત્વની વાત એ છે કે,ગેસનો ઉપયોગ અહીં જગ્યા પૂરતો ચા બનાવવા તેમજ રસોઈ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. શેઠ જગડુશા અને હરસિધ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. નાનકડો આશ્રમ પણ છે. જ્યા સાધુ સંતો આવીને રોકાઈ શકે છે. ગેસથી પ્રજ્વલિત અખંડ જ્યોત પણ જોવા મળે છે. જેને હિમાલયમાં આવેલાં જવાલાજી સાથે સરખાવામાં આવે છે.
.
ગીર સોમનાથનાં જગતિયા ગામે આવેલી શેઠ જગડુશાની શેઠ જગડુશાએ કર્ણનો અવતાર હતા. મહાભારત કાળમાં કર્ણએ સોના ચાંદીનું મબલખ દાન કર્યું હતું. આથી જ કર્ણે દાનેશ્વરી તરીકે ઓળખ મેળવી. કર્ણ જ્યારે સ્વર્ગે સિધાવ્યા ત્યારે સ્વર્ગમાં તેઓને ભોજન માટે સોનાની થાળીમાં હીરા અને ઝવેરાત પીરસવામાં આવ્યું ત્યારે કર્ણે કહ્યું..’આ કેમ જમી શકાય..?’ ત્યારે સ્વર્ગના દેવો દ્વારા કર્ણને કહેવામાં આવ્યું ‘આપે આપનાં જીવનકાળ દરમિયાન માત્ર સોના ચાંદી અને હીરા ઝવેરાતનું જ દાન કર્યું છે.
આપને અહીંયા પણ એ જ મળે.’ ‘હે અંગરાજ કર્ણ આપ ફરી વખત પૃથ્વી પર જાઓ અને અન્નનું દાન કરો.’ આથી બીજા જન્મમાં શેઠ જગડુશા સ્વરૂપે જન્મ્યા અને પુષ્કળ પ્રમાણમાં અનાજનું દાન કર્યું હતું.દરરોજ ગાય ધરાઈને પાછી આવે.’ તેવું વરદાન માગ્યું. માતાજીએ પ્રસન્ન થઈને આ વરદાન આપ્યું. ત્યારથી આજ દિવસ સુધી આ વિસ્તારમાં ક્યારેય દુષ્કાળ પડ્યો નથી.આથી જ આ વિસ્તારને આજે પણ “લીલી નાઘેર” તરીકે ઓળખવામાં આવે છે.ખરેખર જીવનમાં આ સ્થાનની મુલાકાત અચૂક લેવી જોઈએ.