ગીતાબેને ધૂમ મચાવી દીધી! આખી-રાત 4 કરોડથી વધુ રૂપિયાનો થયો વરસાદ, જુઓ વીડીઓ
હાલમાં જ ગીતાબેન રબારીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી. આ તસવીરોમાં તે ખુબ જ સુંદર લાગતા હતા. ફરી એકવાર ગીતાબેન રબારી ચર્ચાનો વિષય બન્યા છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ લોકગાયિકા ગીતા રબારીએ ડાયરામાં એવી રમઝટ બોલાવી હતી કે આખી રાત કરોડો રૂપિયાનો વરસાદ થયો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે કચ્છના રાપરમાં આખી રાત ગીતા રબારીએ લોક ડાયરામાં ચાર કરોડથી વધુના રુપિયાનો વરસાદ કર્યો હતો. આ વિડ્યો વાયરલ થયો છે. આ લોક ડાયરામાં ગીતા રબારીએ એવી જમાવટ કરી હતી. ક4 કરોડ 50 લાખ રૂપિયા ઉછાળ્યા હતા, સ્ટેજ આખું 100 અને 50ની નોટથી ભરાઇ ગયું હતું.
હાલમાં જ બનાસકાંઠાના થરાદમાં નાંણદેવી માતાની વાવના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોતસ્વ અને નવચંડી યજ્ઞ નિમિતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં પણ લોકોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો.આપણે જાણીએ છે કે ગુજરાતમાં મહિલા સિંગરોમાં ગીતાબેન રબારી અને કિંજલ દવેનું નામ મોખરે આવે છે, જેમાં ભજનોમાં મોટેભાગે ગીતાબેન રબારી વધુ જોવા મળે છે.
ગીતા રબારીને રોણા શેરમા ગીત થી લોકપ્રિયતા મળી હતી અને 16 એપ્રિલ 2017થી 1.30 કરોડ કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું છે. ગીતાબેનની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી. તેઓ ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા કાર્યક્રમો કરે છે અને દેશ વિદેશમાં તો ડોલરોનો પણ વરસાદ થાય છે. આટલી લોકપ્રિયતા હોવા છતાં ગીતાબેનનો સ્વભાવ ખુબ જ સરળ અને સાદગી ભર્યો છે.