ગુજરાતનું ગૌરવ એવા ગીતાબેન રબારી આ દેશમાં મનાવી પોતાની 8મી મેરેજ એનિવર્સરી, સોશીયલ મીડીયા પર શેર કરી ખાસ તસવીરો….જુઓ
ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી માટે આજનો દિવસ ખુબ જ ખાસ છે, આજના દિવસે તેમણે સોશિયલ મીડિયા પર પોતાના પતિ પૃથ્વી રબારી સાથે ખાસ તસવીરો શેર કરી છે. તમને જણાવી દઈએ કે, આજના દિવસે ગીતાબેન રબારીના લગ્નની 8મી વર્ષગાંઠ છે. આજના દિવસે તેમણે સોશિયલ મીડિયા પર પૃથ્વી રબારી સાથેની ખાસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બંને કપલ ખુબ જ સુંદર લાગી રહ્યા છે. તમામ કલાકારો સહીત ચાહકો તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
આજના દિવસે જ ગીતાબેન રબારીએ પોતાના પતિ પૃથ્વી રબારી સાથેની ખાસ તસવીરો શેર કરી છે. આ તસવીરો કતારના દોહા સીટીની છે. તમે તસવીરોમાં જોઈ શકશો કે, ગીતાબેન રબારીએ આ તસવીરો શેર કરતી વખતે એક ખાસ વાત પણ લખી છે. #8thyearsoftogatherness
Happy marriage anniversary to my dear @pruthvirabari79 ❤️ હાલમાં આ તસવીરો પર શુભકામનાઓનો ઢગલો થઇ ગયો છે. આ તસ્વીરને અત્યાર સુધીમાં 83,544 likes મળી છે. હજારો લોકો શુભકામના પાઠવી છે.
ગીતાબેન રબારી જયારે પણ દેશ – વિદેશના પ્રવાસ પર જાય છે, ત્યારે તેમના પતિ પૃથ્વી રબારી સાથે જ હોય છે. પૃથ્વી રબારી વિશે અમે આપને માહિતી જણાવીએ. પૃથ્વી રબારી એક સિવિલ એન્જીનયર છે અને છેલ્લા 8 વર્ષથી તેઓ ગીતાબેન રબારી સાથે લગ્નના બંધને બંધાયા છે. પૃથ્વી રબારી પણ લાઇમલાઈટમાં રહે છે અને હમેશા ગીતાબેન રબારી સાથે અનેક લોક ડાયરા તેમજ પ્રાઇવેટ ઈવેન્ટ્સમાં સાથે જ હોય છે. ખરેખર ગીતાબેન રબારી અને પુથ્વી રબારીની જોડી ખુબ જ સુંદર છે.
આજના દિવસે લગ્નની વર્ષગાંઠ હોવાથી સોશિયલ મીડિયા પર માત્ર ગીતાબેન રબારીની વધુ ચર્ચાઓ થઇ રહી છે અને તેમાં પર શુભકામનાઓનો વરસાદ કરી રહ્યા છે. ખરેખર ગીતાબેન રબારીએ પોતાના સુરીલા અવાજ થકી ગુજરાતના લોકોનું દિલ જીતીને દેશ વિદેશમાં ખુબ જ સારી એવી નામના મેળવી છે, જે રબારી સમાજ માટે ગૌરવની વાત છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.