Gujarat

ગીતાબેન રબારીનો નવો લુક આવ્યો સામે!આફ્રિકા પ્રવાસની આ તસવીરો તમે ન જોઈ હોય તો જોઈ લો….જુઓ ખાસ ફોટોઝ…

ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી  (geetaben rabari) જ્યારથી આફ્રિકાના પ્રવાસે ગયા છે, તે દિવસથી તેમને પોતાના સોશિયલ મીડિયામાં એકાઉન્ટમાં આફ્રિકા (Africa) પ્રવાસની તમામ યાદગાર ક્ષણોને પોતાના ચાહકો સાથે શેર કરી છે. હાલમાં થોડા દિવસ પહેલા જ ગીતાબેન રબારીએ સોશિયલ મીડિયામાં ( Social media )આફ્રિકા પ્રવાસની ખાસ તસવીરો શેર કરી હતી અને જેમાં તેમણે કુર્તિ પહેરી હતી ગીતાબેન રબારીનો આ સિમ્પલ લુક સૌ કોઈને પસંદ આવ્યો હતો.

હાલમાં ફરી એકવાર ગીતાબેન રબારીએ સોશિયલ મીડિયામાં નવી તસવીરો પોસ્ટ કરી છે અને આ તસવીરોમાં ગીતાબેન રબારી જીન્સ ટોપમાં જોવા મળ્યા છે અને આ તસવીરોમાં પણ ગીતાબેન રબારી ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તેમના દરેક ચાહકોએ ગીતાબેનના ખૂબ જ વખાણ કર્યા છે. આપણે જાણીએ છે કે ગીતાબેન રબારી અનેક દેશ વિદેશોમાં ફરવા અને કાર્યક્રમ માટે જાય છે અને આ દરમિયાન દરેક અપડેટ્સ પોતાના ચાહકોને આપે છે.

ગીતાબેન રબારી દેશ વિદેશોમાં ગુજરાતી ગીતોને રમઝટ બોલાવે છે તે આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત છે. આજના સમયમાં ગુજરાતીઓનું ( Gujarati) પ્રભુત્વ દેશ વિદેશમાં છે અને તેમાં પણ આપણા ગુજરાતી કલાકારોની પણ બોલબાલા છે. ગીતાબેન રબારી પણ આફ્રિકામાં આયોજીત પ્રોગામ માટે જ ખાસ ગયેલ. સોશિયલ મીડિયામાં તેમણે આ કાર્યક્રમની તસવીરો પોસ્ટ કરી હતી અને તમે જોઈ શકશો કે આફ્રિકાની ધરતી પર ગીતાબેન રબારીએ કચ્છી પહેરવેશ પહેર્યો હતો.

ગીતાબેન રબારીના ચાહકો આજે દેશ વિદેશમાં હોવાથી તેમને ખાસ આમંત્રણ આપવામાં આવે છે, જેથી લોકો ગીતાબેન રબારીના સ્વરેથી ગુજરાતી ગીતોની (Gujarati songs) રમઝટ માણી શકે. ખરેખર ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જેમને ગીતાબેન રબારીના ગીતો પસંદ નહિ હોય. એકલો રબારી અને રોણા શેરમાંથી ગીતાબેન રબારીને લોકપ્રિયતા મળેલ અને ત્યારબાદ ગીતાબેન રબારીએ પોતાના જીવનમાં ક્યારેય પાછળ ફરીને જોયું નથી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!