16 જુનથી હોલમાર્કવાળું જ સોનુ વેંચી શકાશે, ત્યારે જાણો જુના સોનાનું શું થશે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોનુ હમેશા હોલમાર્ક વાળું ખરીદવાનો જ આગ્રહ રાખવો કારણ કે સમય જતા તમને સોનુ જ્યારે વેચો ત્યારે પણ યોગ્ય કિંમત મળે છે અને હાલમાં જ એક નિયમ લાગુ પડ્યું છે કે હવે થી સોનીઓ માત્ર હોલમાર્કવાળા જ દાગીના વેચી શકશે ત્યારે હવે એ ચિંતાનો વિષય બની રહે કે આપણા પાસે જે સોનુ છે તેનું શુ થશે ત્યારે ચાલો જાણીએ કે આખરે હકીકત શું છે.
કેન્દ્ર સરકારે 16 જૂનથી સોનાના આભૂષણોનું હોલમાર્કિંગ ફરજીયાત કર્યું છે જેથીહોલમાર્કિંગની વ્યવસ્થા લાગુ કરવાની સમય મર્યાદા 1 જૂનથી લંબાવીને 15 જૂન સુધીની કરી દીધી હતી. મતલબ કે, 15 જૂન બાદ ઝવેરીઓને ફક્ત 14, 18 અને 22 કેરેટ સોનાના આભૂષણો વેચવાની જ મંજૂરી મળશે. BIS એપ્રિલ 2000થી સોનાના આભૂષણો માટે હોલમાર્કિંગ યોજના ચલાવી રહ્યું છે. હાલ આશરે 40 ટકા સોનાના ઘરેણાઓનું હોલમાર્કિંગ થઈ રહ્યું છે.
હોલમાર્ક બાદ હોલમાર્ક જ્વેલરી પર અલગ-અલગ માર્ક હશે. મેગ્નીફાઈંગ ગ્લાસ વડે જોઈશું તો ઘરેણા પર 5 માર્ક જોવા મળશે. તેમાં BIS લોગો, સોનાની શુદ્ધતા દર્શાવતો નંબર જેમ કે 22k અથવા 916, હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, માર્કિંગનું વર્ષ અને જ્વેલર આઈડેન્ટિફિકેશન નંબર નોંધાયેલો હશે.
ખરેખર આવું કરવાથી સોનાનાદાગીના લેનાર ગ્રાહકોને લાભ થશે કારણ કે કોઈપણ તેમની સાથે છેતરપિંડી નહીં કરી શકે.નવા કાયદાથી ગ્રાહકોનું હિત સુરક્ષિત રહેશે. ગ્રાહકને ઠગી નહીં શકાય. સોનાની શુદ્ધતા પર થર્ડ પાર્ટીની ગેરન્ટી હશે પરતું આપણને એ પણ ચિંતા થાય કે આપણા પાસે જે જૂનું સોનુ છે તેનું શું થશે જેમાં હોકમાર્ક નથી.
હોલમાર્ક માત્ર સોનુ વેચનાર ને લાગુ પડશે જેમાં ગ્રાહકોના જુના સોના પર કોઈ અસર નહીં પડે. ગ્રાહક ઈચ્છે ત્યારે જૂના ઘરેણા વેચી શકશો પરતું હોમાર્કિંગ એ સોનીકામ કરનારાઓ માટેનો જરૂરી નિયમ છે. તેઓ હોલમાર્ક વગરનું સોનું નહીં વેચી શકે છે. હંમેશા હોલમાર્કવાળા સોનુ ખરીદવું.