સોનું લેવાનો છે, સારો સમય! સોનુ ખરીદતા પહેલા જાણી લો સોનુ સસ્તું થયું કે મોંઘુ, જાણો ગુજરાતમાં સોનું કેટલું સસ્તું?
હાલમાં એક તરફ દિવાળી નજીક આવી રહી છે તેમજ નવરાત્રીનું પાવન પર્વ શરૂ થઇ ગયું છે, ત્યારે સોની બજારમાં સોના ચાંદીની ખરીદી થઇ રહી છે, જો તમે પણ સોનુ ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો ચાલો અમે આપ સૌને જણાવીએ કે આખરે હાલમાં સોના ચાંદીનો બજાર ભાવ શું છે? શુક્રવારે દેશના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા. ગુરુવારે જ પ્રતિ દસ ગ્રામ સોનાની કિંમત 350 રૂપિયા વધીને 59,050 રૂપિયા થઈ ગઈ હતી. ચાંદીનો ભાવ પણ આગલા દિવસે રૂ.200 વધી રૂ.73,200 પ્રતિ કિલોગ્રામ થયો હતો.
વિદેશી બજારોમાં સોનું 1,882 ડોલર પ્રતિ ઔંસના ભાવે કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદી 22.17 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર છે. તેમણે જણાવ્યું હતું કે યુએસમાં અપેક્ષિત ફુગાવાના આંકડા કરતાં વધુ હોવાને કારણે સોનાના ભાવ સ્થિર રહ્યા છે, જેના કારણે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ આ વર્ષે ફરી એકવાર વ્યાજદરમાં વધારો કરી શકે છે તેવી અપેક્ષા વધી છે.
આજ રોજ વાયદાના વેપારમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 282 વધીને રૂ. 58,200 થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ડિસેમ્બર ડિલિવરી માટેના સોનાના કોન્ટ્રેક્ટ 13,828 લોટના ટર્નઓવર સાથે રૂ. 282 અથવા 0.49 ટકા વધીને રૂ. 58,200 પ્રતિ 10 ગ્રામ થયા હતા. નિષ્ણાતો કહે છે કે પાર્ટિસિપન્ટ્સ દ્વારા નવી પોઝિશન ઊભી કરવાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. ન્યૂયોર્કમાં સોનું 0.67 ટકા વધીને $1,895.70 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું.
આજે ગુજરાતનો સોનાનો ભાવ જાણીએ તો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 55040 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ રૂ.57790 છે. ચાંદીનો પ્રતિ 10 ગ્રામ ભાવ રૂ.775 છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.