સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી નું મહાકૌભાંડ પકડાયું ! 25.26 કરોડનું સોનુ જપ્ત, ઈસમો એવી રીતે લાવતા કે જાણી તમારું માથું ચક્કર ખાઈ જશે..
હાલમાં જ સુરત એરપોર્ટ પરથી સોનાની દાણચોરીનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ તો સુરત એરપોર્ટ પર બે દિવસ પહેલાં શારજહાંથી આવેલા ત્રણ મુસાફર પાસેથી 43.5 કિલોથી વધુ સોનું સાથે ઝડપવામાં આવ્યું છે.
DRIની તપાસમાં એરપોર્ટના શૌચાલયમાંથી વધુ 4.67 કિલો સોનું મળ્યું હતું. જેથી કસ્ટમ વિભાગની સંડોવણી સામે આવતાં એક અધિકારીની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ બનાવ અંગેની સંપૂર્ણ તપાસ કર્યા બાદ આરોપીઓને આરોપીઓને સીવી રાણાની કોર્ટમાં રજૂ કરીને 3 દિવસની કસ્ટોડિયલ ઈન્વેસ્ટિગેશનની માગ કરાઈ હતી.આ ગુનામાં સામેલ છે તેની પૂછપરછ કરવા માટે કસ્ટોડિયલ ઈન્વેસ્ટિગેશન માટે રિમાન્ડની માંગ કરવામાં આવી છે.
7 જુલાઈના રોજ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નં. IX172 દ્વારા શારજહાંથી આવતા 3 મુસાફરને ભારતમાં દાણચોરી કરવા માટે પેસ્ટસ્વરૂપમાં સોનું લાવતા હોવાની શંકામાં અટકાવ્યા હતા. પાંચ બ્લેક બેલ્ટમાં છુપાવેલાં 20 સફેદ કલરનાં પેકેટમાં 43.5 કિલો સોનું પેસ્ટસ્વરૂપે મળી આવ્યું હતું.
DRIના અધિકારીઓએ કાર્યવાહી કરી એ પહેલાં કોઈકે એરપોર્ટના ટોઇલેટ સુધી પહોંચાડેલું સોનું પણ પાછળથી પકડી પાડ્યું હતું. પેસ્ટસ્વરૂપમાં 4.67 કિલો સોનું મળી આવ્યું હતું. તમામ સોનુ થઈને 42 કિલોથી વધુ સોનું શુદ્ધતાની દૃષ્ટિએ 24 કેરેટ કેટેગરીનું મળ્યું હતું, જેની અંદાજિત બજાર કિંમત 25.26 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.