સોનું લેવાનો છે, સારો સમય! 9 શહેરોમાં થયો સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, જાણૉ શું છે હાલમાં સોનાનો ભાવ…
ભારતનું શેરબજાર આજે અમેરિકાના પ્રભાવથી મુક્ત દેખાતું હતું, પરંતુ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. આજે સોનું ₹60000ની નીચે પહોંચી ગયું છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં ચાંદીના ભાવમાં ₹4500નો ઘટાડો થયો છે. એટલા માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે સોના અને ચાંદીમાં રોકાણ કરવા માટે આ સારો સમય છે. હાલમ જ 9 શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે સોનાનો ભાવ શું છે?
ભારતીય શરાફા બજારમાં આજે કિંમતી ધાતુઓમાં વળી પાછો કડાકો જોવા મળ્યો છે. સોના અને ચાંદી બંનેના ભાવમાં વળી પાછો કડાકો જોવા મળ્યો છે. ગઈ કાલે આખો દિવસ કડાકો રહ્યા બાદ સાંજે ભાવ મામૂલી તેજી સાથે બંધ થયા હતા. પરંતુ આજે વળી પાછા ભાવ ગગડીયા છે. તમને જણાવી દઈએ કે, તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 59,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
22 કેરેટ સોનાના દિલ્હીમાં 54,700 રુ છે, જ્યારે મુંબઈ 54,700 છે. લખનૌ 54,700 છે તેમજ ભોપાલ રૂ 54,850 છે અને તિરુવનંતપુરમ રૂ 54,550 છે, આ સોનાનો ભાવ 22 કેરેટનો છે. સૌથી ખાસ વાત એ છે કે, 24 કેરેટના સોનાના ભાવમાં પણ 60000 રૂપિયાથી નીચે જ રેટ જોવા મળી રહ્યો છે. આ સમય છે સોનાની ખરીદી કરવાનો.
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો દર પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર વૈશ્વિક આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો વૈશ્વિક અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો રોકાણકારો સોનાને સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.