India

સોનુ ખરીદવાની સોના જેવી તક! એક અઠવાડિયામાં આટલું સસ્તું થયું સોનુ! જાણો સોનાનો ભાવ શું…

હાલમાં સોનાના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે હાલમાં જ એક અહેવાલ સામે આવ્યો છે કે છેલ્લા એક અઠવાડિયામાં સોનુ કેટલું સસ્તું (weekly gold price ) થયું છે. આ અઠવાડિયામાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જો કે, કિંમતો હજુ પણ 59 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઉપર છે.

જૂન મહિનામાં (June month )સતત ઘટાડા બાદ જુલાઈના શરૂઆતના સપ્તાહમાં (July week) સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ આ અઠવાડિયે ભાવ નીચે આવ્યા છે. આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ ( trending) દિવસે શુક્રવારે સોનાની કિંમત 59,385 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી તે જ સમયે, ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સોનાનો ભાવ 59,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

IBJAના દરો અનુસાર, આ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે સોનાનો ભાવ રૂ. 59,290 હતો અને મંગળવારે કિંમતમાં થોડો ઘટાડો (Gold rate low) થયો હતો અને તે 59,282 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જોવા મળ્યો હતો. બુધવારે સોનાનો ભાવ 59,541હતો તેંજ શુક્રવારે સોનાનો ભાવ ઘટીને રૂ.59,385 થયો હતો.

આ અઠવાડિયામાં મંગળવારે સોનુ સૌથી સસ્તું થયું. ( gold cheapest ) હતું. રૂ 59,282 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું હતું. તે જ સમયે, સૌથી મોંઘું સોનું ગુરુવારે 59,737 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું હતું. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 28 જુલાઈ, 2023ના રોજ 24 કેરેટ સોનાનો મહત્તમ ભાવ રૂ. 59,491 હતો. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 59,253 રૂપિયા છે. તમામ પ્રકારના સોનાના દરની ગણતરી ટેક્સ વગર કરવામાં આવી છે. સોના પર GST ચાર્જ અને મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવો પડશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!