કોમ્પિટિટિવ એક્ઝામમાં નાપાસ થતાં ગોંડલના યુવાને આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ લખ્યુ કે વાંચી આંખમા આસું આવી જશે…
હાલના સમયમાં રાજ્યમાં સતત આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે જેમાં ખાસ કરીને આપઘાત કરનારમાં યુવાઓનું પ્રમાણ વધું જોવા મળી રહ્યું છે જે ખરેખર એક ચિંતાજનક વિષય છે. જયારે આવી જ એક ઘટના ગોંડલના કમરકોટડા ગામે એક યુવાને કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર નાપાસ થતાં ગળાફાંસો ખાઇ પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. જો ઘટના અંગે વિગતે વાત કરીએ તો ગોંડલ નો યુવાન કે જેનુ નામ જયેશ જીવરાજભાઈ સરવૈયા જાણવા મળી રહ્યુ છે. જયેશ લખેલી બે પાના ની સ્યુસાઈડ નોટ ના આધરે આપઘાત કરવાનું કારણ કોમ્પિટિટિવ એક્ઝામમાં સતત નાપાસ થવું, પરીક્ષા ના ઠેકાણા ના હોવા ને કારણે ડિપ્રેશન ના લીધે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળેલ છે..
2019થી તૈયારી કરતા જયેશે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, “મને ખબર છે મારી મારામાં એટલી તો હેસિયત છે કે હું ક્લાસ 3 એક્ઝામ કમ્પ્લીટ કરી શકું, પણ અત્યારે ડિમોટિવેટ ફિલ કરું છું. કારણ કે એક્ઝામના કોઇ ઠેકાણા નથી, ચોક્કસ તારીખ નથી, હવે હું મેન્ટલી થાકી ગયો છું. જીવનમાં આગળ શું કરવુ કંઇ નક્કી નથી કરી શકતો. સપના તો ઘણા હતા, સપના પાછળ મહેનત પણ કરી. મહેનત ઓછી પડી કદાચ..”. બિનસચિવાલયની પરીક્ષા જયેશનું ડ્રીમ હતું જે અધૂરું રહ્યું. આ ઉપરાંત ફોરેસ્ટ, ક્લાર્ક, તલાટી, જુનિયર ક્લાર્કમાં નિષ્ફળતા મળતાં તે હતાશ થયો હતો અને છેલ્લે જીવન ટૂંકાવ્યું હતું.
આગળ જયેશે પોના ની વ્યથા ઠાલવતા સ્યુસાઈડ નો મા લખ્યુ છે કે “I am sorry પપ્પા, મમ્મી, બહેન, ભાઇ” “મારી મુશ્કેલીઓમાંથી છુટવા તમારી સાથે ચીટ ના કરાય એટલે આટલા દિવસ સુધી જીવતો હતો, પણ હવે હું પૂરેપૂરો સ્વાર્થી થઈ ગયો છું. બધું તમારા પર છોડી હું જઈ રહ્યો છું. તમે 23 વર્ષનો કર્યો પણ હું ઋણ ચૂકવવા વગર જઈ રહ્યો છું, i am sorry. પણ હવે મારામાં જરાય ઈચ્છા નથી જીવવાની, સાવ થાકી ગયો છું. ફિઝિકલી શરીર પર ફોડલા પણ એટલા છે અને મેન્ટલી પણ હેરાન થઈ ગયો છું. હવે તો મને બે મિનિટમાં જિંદગી ખતમ કરી દેવી સહેલું અને ઠીક લાગે છે. મારા એકાઉન્ટમાં જે રૂપિયા છે તે બહેનના મેરેજમાં વાપરજો. એટલી ખુશી છે કે બે વર્ષ એપ્રેન્ટીસ કરીને ઘરમાં થોડી ઘણી મદદ કરી શક્યો, I am sorry પપ્પા, મમ્મી, બહેન, ભાઇ”
આ ઉપરાંત જયેશે સ્યુસાઈડ નોટ મા બે ઈચ્છા લખી હતી અને જેમા લખ્યુ હતુ કે “મારી આ બે ઈચ્છાઓ પૂરી કરજો” જયેશે સુસાઇડ નોટમાં પોતાની છેલ્લી બે ઇચ્છા પણ કહી હતી કે, (1) મારા અંગોનું દાન કરજો જેથી કોઈને નવું જીવન મળી શકે (2) મૃત્યુ પછી થતી બધી ક્રિયાઓને હું વ્યર્થ માનું છું તો મારી પાછળ કોઈ પણ જાતનો ખર્ચ કરવામાં ન આવે અને તેના બદલે પચીસ-પચાસ વૃક્ષો વાવી દેજો. મારે વૃક્ષ વાવવાના હતા પણ નથી વાવી શક્યો, મારી આ બે ઇચ્છાઓ છે જે પૂરી કરજો.
“ભગતસિંહ કે ભગવાન મને માફ નહીં કરે” જયેશે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે ભગતસિંહ કે ભગવાન બંનેમાંથી તેને કોઇ માફ નહી કરે આમ કહીને તેણે જીવન ટુંકાવ્યું હતું. તેણે લખ્યું હતું કે “અફસોસ એ છે કે એક સમયે ભગતસિંહ 23 વર્ષની ઉંમરે દેશ માટે ફાંસી પર લટક્યા હતા અને હું મારી જિંદગીથી ભાગીને-કંટાળીને આ કરી રહ્યો છું, ભગતસિંહ કે ભગવાન કોઈ મને માફ નહીં કરે.
તાજેતર મા કોમ્પિટિટિવ પરીક્ષા ને લીધે અનેક સવાલો ઉભા થયા છે ખાસ કરી ને ઘણી પરીક્ષા રદ તો પેપેર ફુટવાની ઘટના ઓ પણ બની છે જેના કારણે યુવાનો નો મોરલ ડાઉન થયો છે. ત્યારે જયેશ જેવા અન્ય યુવકો પણ હશે જેને આ વાત નુ ડિપ્રેશન સતાવતું હશે જયારે આ ઘટના થી હાલ સમગ્ર ગોંડલ મા અરેરાટી મચી ગઈ છે.