ગોતાની સરકાર તરીકે દુઃખીયો દુઃખ દુર કરનાર જહુ માનાં ભુવાજીનું હ્દય રોગથી નિધન…
હાલમાં જ ખરેખર એક એવા દુઃખદ સમાચાર આવ્યા છે જેનાથી જહુમાનાં ભાવિ ભક્તોમાં દુઃખ નું વાતાવરણ છવાઇ ગયેલું છે,ત્યારે આજે આપણે જાણીશું કે આખરે એવું તે શું બનાવ થયું કે જેનાથી ભાવિ ભકતોમાં દુઃખદ વાતાવરણ છવાઈ ગયું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે અમદાવાદનાં ગોતા વિસ્તારમાં આવેલ અતિ પૌરાણીક જહુમા મોગલ ધામનાં ભુવાજી લાખો ભાવિભક્તતો નાં આસ્થાનું કેન્દ્ર છે.
ગોતા સરકાર થી જાણીતા જહુમાનાં ભુવાજી અનેક ભાવિ ભક્તોમાં દુઃખો દૂર કરેલા છે, જે કોઈ ભક્તો તેમની પાસે આવતા ત્યારે તેમના દુઃખો ને તેઓ પળ ભરમાં દૂર કરી દેતા અને પોતાનું જીવન સદાય લોકોની નીસ્વાર્થ ભાવે સેવા કરવામાં વિતાવ્યું છે. કહેવાય છે ને કે સમયની બધું જ બદલાઈ જાય અને જે વ્યક્તિ સદાય ભગવાની ભક્તિમાં લીન હોય અને સદાય લોકો પ્રત્યે પ્રેમ ભાવના રાખતા હોય એવા સારા અને નિર્મળ સ્વભાવ વાળા વ્યક્તિ ની જેટલી અહીંયા જરૂર છે એટલી જ ત્યાં ઇશ્વરનાં દરબારમાં પણ છે.
લાખો ભાવિ ભક્તોના મા સમાન જેને અવિરતપણે દુઃખીયાનાં દુઃખો દૂર કર્યા એ જીવે પોતાનું ખોરડું છોડી દીધું છે. હા ગોતાની સરકાર નો જીવ માતાજીમાં લિન થયો.વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલા જ ગોતાની સરકારમાં ભુવાજીને હ્દયરોગનાં કારણે નિધન થયું જેનાથી ભાવિ ભક્તોના જીવનમાં તો જાણે આભ ફાટી પડ્યું. અનંત અને અવિરતપને ભક્તિ કરનાર ગોતા સરકારનાં જીવનો અંત ભક્તોના જીવનમાં અંધકાર બની ગયું પરતું કહેવાય છેને આત્મા અમર હોય અને તે સદાય ભક્તોની લાઝ રાખશે.આપણે સૌ કોઈ ઈશ્વરને અને માતાજીને પાર્થના કરીએ તેમની આત્માને શાંતિ અર્પે.