Gujarat

બાગેશ્વરધામમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી!લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવીએ ધૂમ મચાવી દીધી, જુઓ તસવીરો…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ બાગેશ્વરધામ (Bagehswerdham) તે ગુરુપૂર્ણિમા અને ધીરેન્દ્ર શાસ્ત્રીજીના જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી gurupurnima Celebration અને આ કાર્યક્રમનો ઉજવણીમાં ગુજરાતી કલાકારોએ શોભા વધારી હતી. ગુજરાતમાં યોજાયેલ દિવ્ય દરબારમાં કીર્તિદાન ગઢવી બાબાની સૌથી વધારે નિકટ રહ્યા હતાં.

સુરતમાં (Surat city)દિવ્ય દરબાર યોજાયેલ હતો ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાહેરમાં કહ્યું હતું કે ” કિર્તીદાન ગઢવી તુમ બાગેશ્વર ધામ મેં જરૂર આના.” ધીરેન્દ્ર શાસ્ત્રીજીના આમંત્રણને માન આપીને હાલમાં ગુરુપૂર્ણિમાના શુભ દિવસે કિર્તીદાન ગઢવી બાગેશ્વર ધામ પહોંચ્યા હતા અને તેમની સાથે ગીતાબેન રબારી એ પણ રંગ જમાવી દીધો હતો.

ગુરુપૂર્ણિમાના અવસરે ગીતાબેન અને કીર્તિદાન ગઢવીએ જે ભજનો ગાયેલા તે હાલમાં સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે, આ સાંભળીને તમે પણ ખુશ થઈ જશો. કીર્તિદાન ગઢવીએ હિન્દી ભાષામાં ” હમ તો બાગેશ્વર ધામ આયે ઓ બાલાજી… હમ તો બાગેશ્વર ધામ આઈ ઓ બાલાજી (Balaji) ” ભજન ગાયું હતું.

આ સાંભળીને સૌ કોઈ લોકોએ પણ કીર્તિદાન ગઢવીની સાથો સાથ આ ભજનથી સ્ટેજને બાલાજીના જયઘોષ સાથે ગુજવ્યું હતું. વાયરલ થયેલ રિલ્સમાં (Viralreels) તમે જોઈ શકશો કે ધીરેન્દ્ર શાસ્ત્રીજીના સાનિધ્યમાં કિર્તીદાન ગઢવીએ બાલાજીના ગુણગાન ગાયેલા અને તેમના પર રૂપિયાનો વરસાદ પણ કરવામાં આવ્યો છે.

હાલમાં જ કીર્તિદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં ભજન સંઘ્યાની અતિ સુંદર તસવીરો શેર કરી છે, આ તસ્વીરો જોઈને તમે પણ આશ્ચય પામી જશો. ખરેખર આ તસવીરો જોઈને સાબિત થઈ જાય છે કે કીર્તિદાન ગઢવીની બોલબાલા માત્ર ગુજરાત પૂરતી જ સીમિત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!