Gujarat

ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના ફરી સામે આવી ! યુવકે યુવતીનું ગળુ કાપી ને પોસીલ સ્ટેશને પહોંચી ગયો

એક તરફ સુરતમાં ગ્રીષ્માને ન્યાય નથી મળ્યો ત્યાં જ આવી એક ઘટના જ ઉત્તર પ્રદેશમાં બની! જેમાં યુવક જાહેરમાં જ યુવતીનું ગળું કાપીને હત્યા કરી નાખી. કોઈપણ જાતનો અફસોસ કર્યા વગર યુવક પોલીસ સ્ટેશન પહોંચી ગયો. ખરેખર આજના સમયમાં યુવકો પ્રેમને પામવા માટે અનેક યુવતીઓના જીવનને બરબાદ કરી નાંખે છે. સાથો સાથ પોતાનું જીવન નરક બનાવી દે છે. હાલમાં જ જે આ ઘટના બની તે સુરત શહેર જેવી છે, આ ઘટના વિશે અમે આપને સંપુર્ણ માહિતગાર કરીએ.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ઉત્તર પ્રદેશનાં બાગપતમાં સુરતનાં ગ્રીષ્મા વેકરીયા મર્ડર જેવો કિસ્સો બન્યો છે. યુવકેજાહેરમાં યુવતીનું ગળુ પાકીને હત્યા કરી નાંખી હતી. યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં તેણે દમ તોડી નાંખ્યો હતો. હત્યારાએ યુવતીનાં શરીર પર ઘણી બધી જગ્યાએ ચાકુ માર્યા હતાં. આ ઘટનામાં જાણવા મળ્યું કે પરિવારે યુવકને તેની દીકરીનાં લગ્ન કરાવવાનો ઇન્કાર કર્યો હતો. આ કારણે યુવકે આવું પગલું ભર્યું.

યુવકે હત્યા કરીને સરેન્ડર કરી દીધુ હતું. હાલમાં આ ઘટના મેં લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી કેસની તપાસ શરૂ કરી દીધી છે.  પોલીસ દ્વારા મળેલ માહિતી મુજબ યુવતી સાથે તેનું લાંબા સમયથી અફેર હતું. બંને વચ્ચે કોઇ વાતે ઝઘડો થઇ ગયો અને તેણે યુવતીનાં ગળા પર ચપ્પુ મારી હત્યા કરી નાંખી હતી. તો પીડિત પરિવારનું કહેવું છે કે, યુવકનાં પરિજનો તોડા દિવસ પહેલાં ઘરે લગ્નની વાત લઇને આવ્યાં હતાં. પણ યુવતીનાં ઘરવાળાએ ના પાડી દીધી. બસ આજ કારણે યુવકે યુવતીને મારી નાખી.

આ ઘટના અને ગ્રીષ્માની ઘટનામાં કોઈપણ ફરક નથી. બંનેમાં એક તરફી પ્રેમ રહેલો છે. ફેનીલ પોતાનો ગુન્હો પણ કબુલ્યો નથી અને તેને જરા પણ અફસોસ નથી કે, તેને ગ્રીષ્માની હત્યા કરી નાખી.ખરેખર આજના સમયમાં આવી ઘટના ઓ ઘટવી એ ખૂબ જ શરમ જનક છે. જાહેરમાં જ્યારે  આવી ઘટનાઓ બંને છે, ત્યારે પબ્લિક પણ માત્ર વીડિયો ઉત્તરવામાં વ્યસ્ત થઈ જાયછે. આ ઘટનામાં બંને યુવતીઓએ જીવ ગુમાવ્યો અનેક વ્યક્તિઓની સામે છતાં પણ કોઈ બચાવવા નાં આવ્યું. હવે લોકો ન્યાય ની માંગણી કરી રહ્યા છે તે શું ખરેખર વ્યાજબી કહેવાય!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!