ગુજરાત ની ચકચારી ઘટના ! ઝનૂની શખસ છરી લઈ બે સગા ભાઈઓ ને ધોળા દીવસે મોત ને ઘાટ ઉતાર્યા…જાણો વિગતે
ગુજરાતમાં ધોળે દિવસે અવનવી ઘટનાઓ બને છે, જેમાં હત્યા જેવી ઘાતકી બનાવો પણ જાણે સામાન્ય થઇ ગયા હોય એવું લાગી રહ્યું છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે. અબડાસામાં જૂની અદાવતે જિંદગી છીનવી લીધી આ કારણે બે સગાભાઈ જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પશ્ચિમ કચ્છના છેવાડે આવેલા અબડાસા તાલુકાના નાનાએવા વાગોટ ગામે છૂટક મજૂરીકામ કરતા પરિવારના બે પરિણીત ભાઈઓની ધોળા દહાડે નિર્મમ હત્યાના બનાવથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને કોલી સમાજમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, વાગોટના કોલીવાસમાં સવારે 10 વાગ્યાના સુમારે ભરત કોલી નામના શખસે જૂની અદાવતનું મનદુઃખ રાખી યુવક સાથે માથાકૂટ કરી હતી અને યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન જ યુવકનો મોટો ભાઈ જોઇ જતાં નાના ભાઇને બચાવવા વચ્ચે પડ્યો હતો જેથી આરોપી ગભરાઈ ગયો અને તે યુવકના મોટા ભાઈ પર પણ છરી લઇને તૂટી પડ્યો હતો અને થોડીક ક્ષણોમાં આરોપીએ બંને ભાઇઓને રહેંસી નાખ્યા હતા.
આ ઘટના અંગે જાણ થતા જ તાત્કાલિક વાગોટ ગામની પોલીસ તપાસ શરૂ કરી છે. આરોપી ભરત કોલીએ જૂની અદાવતનું મનદુઃખ રાખી મૃતક ભાઈઓના ઘર પાસે બોલાચાલી કરી હતી અને યુવક કાનજી શાંતિલાલ કોલીને ઉશ્કેરાઈ જઈ છરીના ઘા મારી દીધા હતા. ભાઈને બચાવવા વચ્ચે પડેલા વિનોદ શાંતિલાલએ પણ જીવ ગુમાવ્યો અને ચોંકાવનાર વાત એ છે કે, હત્યા કરી આરોપી ફરાર થઇ ગયો હતો.
ઈજાગ્રસ્ત બંને ભાઈઓને પ્રથમ નલિયા અને ત્યાંથી નખત્રાણાના મંગવાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા પણ બન્ને ભાઈઓને મૃત જાહેર કર્યા હતા. વાયોર પોલીસે મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરાવી આગળની તપાસ શરૂ કરી છે. વાયોર પીએસઆઇ રાઠોડ જણાવ્યું હતું કે ફરાર આરોપીના વાવડ મળી ગયા છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરી લેવામાં આવશે. હત્યા જૂની અદાવત મામલે થયાનું તેમણે કહ્યું હતું. હાલ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.