ભુંગળા ના પેકેટ પર એવુ એડ્રેસ લગાવ્યું કે ફોટો થઇ ગયો વાયરલ, જોઈ ને તમે પણ હસવું નહી રોકી શકો
દરેક વ્યક્તિનાં પોતાનાં ધધાંની ઓળખ હોય છે અને તેમની પોતાની જ એક ઓળખ ઉભી કરી હોય છે જે સૌથી અલગ હોય છે જે તેમના વ્યવસાયની ને સૌથી અલગ બનાવે છે.આજે આપણે સોશિયલ મીડિયમાં એક વાયરલ થયેલ જાહેરાત વિશે જાણવીશું કે કંઈ રીતે એક વ્યક્તિ પોતાના વ્યસાયનું સરનામું લખ્યું કે તે ખૂબ જ ફેમસ થઈ ગયું છે.
આપણે સૌ કોઇ વ્યવસાયને વિકસાવવા અવનવી અને આકર્ષક જાહેરાત આપતા હોય છે, જેથી લોકો તેમના તરફ આકર્ષાય છે પણ એક વ્યક્તિ પોતાના પ્રોડક્ટની એવી જાહેરાત આપી કે સૌ કોઇ હંસી પણ રહ્યા છે અને લોકો આ વ્યક્તિનાં સૌ કોઈ વખાણ પણ કરી રહ્યા છે, ત્યારે ચાલો જાણીએ કે આ વ્યક્તિ એવી શું જાહેરાત આપી કે સૌ કોઈ ચોકી ગયા છે.
.વાત જાણે એમ છે કે એક ભૂંગળા વેચનાર વ્યક્તિ એ તેમના પેકેટમાં લખાવ્યું.જુનાને જાણીતા ૧૫વર્ષથી ભુંગળા લેવા આવવા માટેનુંએક માત્ર સ્થળ દિનેશભાઈ ભુંગળાવાળા (શામપર) તેના ઘરે આવવા માટે કણકોટ રોડ ઉપર ઘર છે. દુકાન નથી માટે સાવધાન રહેવુ. ઘરેથીજ ભુંગળા લેવાનો આગ્રહ રાખો. ઘરે કાળો ડેલો છે. ઉપર ભાલા છે. ચાર આસોપાલવના ઝાડ છે. એક નાળીયેરીનું ઝાડ છે. બે માળનું મકાન છે. ગામમાં બે થી ત્રણ જગ્યાએ ભુંગળા મળે છે. માટે ઉપર આપેલુ ઍડ્રેસ જૉઇનૅજ ભુંગળા લેવાનો આગ્રહ રાખો. અમારી બીજી કોઈ શાખા નથી સાવધાન.. ખરેખર આવું તો ગુજરાતમાં જ જોવા મળે છે.