પાટીદાર અનામત આંદોલન નો ચેહરો અલ્પેશ કથીરીયા ની રાજકારણ મા એન્ટ્રી ! જાણો કઈ પાર્ટી અને ક્યાંથી ચુંટણી
હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર પૈકીના એક માનવામાં આવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ કોની સાથે જશે તેને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતીપાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા સુરતના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા સહિતની ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાશે.
અલ્પેશ કથીરિયા 30 ઓક્ટોબરે ગારિયાધારમાં કેજરીવાલની હાજરીમાં આપમાં જોડાશે અને સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અલ્પેશ કથીરિયા રાજ્યની હોટેસ્ટ સીટ ગણાતી વરાછા સીટ પરથી ચૂંટણી લડશે. જ્યારે ધાર્મિક માલવિયા ઓલપાડ સીટ પરથી ચૂંટણી જંગમાં ઉતરશે.અલ્પેશ કથીરિયાને પાટીદાર ચહેરા તરીકે ઓળખવામાં આવે છે.
પાટીદારોનું સુરતમાં ખૂબ મોટું પ્રભુત્વ છે વિશેષ કરીને વરાછા, કામરેજ ,ઓલપાડ ,કરંજ, કતારગામ સહિતની બેઠકો ઉપર પાટીદાર મતદારો જે પાર્ટીને ઈચ્છે તેને વિજય બનાવી શકે છે. . આખરે પાસ સમિતિ આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહી હોવાનું લગભગ નક્કી થઈ ગયું છે.અલ્પેશ કથીરિયાની ટીમની બેઠક આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સહિતના ટોચના નેતાઓ સાથે થઈ ગઈ છે અને તેમણે આમ આદમી પાર્ટીમાં તેમનું સ્વાગત કરવાની તૈયારી કરી લીધી છે.
અલ્પેશ કથરીયા વિશે જાણીએ તો અલ્પેશ કથીરિયા અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની અને નાના વરાછા ખાતે તાપીદર્શન સોસાયટીમાં રહે છે. તેમણે LLBનો અભ્યાસ કર્યો છે. અલ્પેશને ધોરણ 12 સુધી તો અનામત શું છે ખબર જ ન હતી. લો કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે ખબર પડી કે પાટીદારોને અન્યાય થાય છે. અમને એક પ્લેટફોર્મની જરૂર હતી. 2015માં હાર્દિક પટેલ સુરત આવ્યા ત્યારે તેમની સાથે મુલાકાત થઇ ત્યારથી આ આંદોલનમાં જોડાયો..
ગુજરાત સરકારે અનેક પાટીદાર નેતાઓ પર 2015માં થયેલાં તોફાનો માટે રાજદ્રોહના કેસ કરી તેમને જેલમાં નાખી દીધા હતા. 2015ના આવા જ એક કેસમાં અલ્પેશ કથીરિયાની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા. હાર્દિક કોંગ્રેસમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનનનો નવો ચહેરો બન્યો છે.
એક વર્ષ પહેલા અલ્પેશ કથીરિયાએ ભાજપનાં પૂર્વ મહિલા નગરસેવક(કોર્પોરેટર) કાવ્યા પટેલ સાથે સગાઈ કરી હતી. અલ્પેશ કથીરિયાએ ભાજપનાં નેતા સાથે સગાઇ કરતાં લોકોમાં કુતૂહલ પણ વ્યાપ્યું હતું. કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથીરિયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપ-પ્રમુખ પણ રહી ચૂક્યાં છે.