ગુજરાત ના આ બંદર પર કરોડો રુપીયા ના ક્રુઝ ભંગાવા માટે આવે છે ! આટલા સુંદર શિપ જોઈ ને તમે પણ કહેશો કે ભાંગવાની શુ જરુર , જુવો તસવીરો
આપણે સૌ કોઇ જાણીએ છે કે, ક્યારેક એવી ઘટનાઓ ઘટતી હોય છે જે આપણને વિચારમાં મૂકી દે છે અને આશ્ચય પણ લગાવે છે. હાલમાં જ ગુજરાત ના આ બંદર પર કરોડો રુપીયા ના ક્રુઝ ભંગાવા માટે આવે છે ! આટલા સુંદર શિપ જોઈ ને તમે પણ કહેશો કે ભાંગવાની શુ જરુર! ચાલો આ જહાજ વિશે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે શા માટે જહાજ ને ભાંગવામાં આવે છે.
જહાજમાં માનવી તેમજ માલસામાનની હેરફેર ઊંડા સમુદ્રમાં કરવાની હોય છે. તેની જાળવણી યોગ્ય રીતે ના થાય તો ગંભીર અકસ્માતો સર્જાવાની શક્યતા હોય છે. જાળવણી કરવા છતાં જહાજની આયુષ્યમર્યાદા નક્કી કરવામાં આવે છે. તે સમય પછી જહાજ ઉપયોગમાં લઇ શકાતું નથી. સામાન્ય રીતે કોઈ પણ જહાજનું આયુષ્ય 25 વર્ષની આસપાસ હોય છે. અલંગ એ ગુજરાત રાજ્યના ભાવનગરજિલ્લાના તળાજા તાલુકાનું નગર છે. આ ગામનો જહાજવાડો વર્તમાન સમયમાં વિશ્વભરમાં જહાજ તોડવા માટે જાણીતું છે.
અંગ્રેજી ભાષામાં અલંગને શીપ બ્રેકિંગ યાર્ડ કહેવામાં આવે છે. અલંગ એ ભૌગોલિક દ્રષ્ટિએ જહાજ તોડવા માટે અનુકૂળ છે. અહીં દરિયાકિનારે જરૂરી એવી બધી જ સાનૂકૂળતાને લીધે અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ તરીકે આજે દુનિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે. છેલ્લા ત્રણ દશકામાં અલંગ એ દુનિયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ બન્યું છે.
વિશ્વ વિખ્યાત શિપયાર્ડ અલંગ ખાતે પ્લોટ નં-15માં એમ્યુઝમેન્ટ વર્લ્ડ ક્રુઝ ભંગાણ માટે આવેલ. એમ્યુઝમેન્ટ વર્લ્ડ 1967માંજહાજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જહાજને ડ્રાયડોકનું બે વાર પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું – 1978માં અને 1988 માં 1990, 1994 અને 1997 માં નાના પુનર્નિર્માણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું હતું.
જહાજ મૂળ રૂપે ક્રુઝફેરી તરીકે ડિઝાઇન અને બનાવવામાં આવ્યું હતું. કાર્ગો ક્ષમતા 175 કાર અને મહત્તમ મુસાફરોની ક્ષમતા 750 સાથે. જહાજ માલિક સ્વીડિશ લોયડે 1978માં એમએસ પેટ્રિશિયાને સ્ટેના લાઇનમાં વેચવાનું નક્કી કર્યું હતું અને તેનું નામ બદલીને “સ્ટેના ઓશનિકા” કરવામાં આવ્યું હતું. ડ્રાયડોક પુનર્નિર્માણ બાદ, તેની ઘાટીને તેની કેબિન સંખ્યા અને મુસાફરોની ક્ષમતા 1300 વધારવા માટે ફરીથી ડિઝાઇન કરવામાં આવી હતી.
આ જહાજની લંબાઈ 141m/463ft અને પોહળાઈ 23m/75ft છે, આ જહાજમાં ઓછામાં ઓછી મુસાફરોની ક્ષમતા 946 તથા વધારેમાં વધારે ક્ષમતા 1300, 6 પેસેન્જર સુલભ ડેક પુનઃનિર્માણ બાદ 250 કેબીન, નવીનતમ કેબીન 3 કરવામાં આવી હતી અને આખરે અનેક પ્રવાસ પૂર્ણ કર્યા બાદ તેની અવિધિ પૂર્ણ થતાં આખરે તે ભંગાણ થવા માટે આવેલું. આ ક્રુઝની સુંદરતા અંદર થી જુઓ તો આલીશાન ઘર જેવી જ હતી તેમજ આ જોઈને તેને નષ્ટ કરવાનું મન પણ નાં થાય પણ આખરે નિયમોનુસાર આ કરવું ફરજીયાત હોવાથી આવા દર વર્ષે અનેક જહાજો ભંગાર બને છે.