સાંણદની યુવતીએ ભાઈને માટે થઈને બીજા સંતાનને જન્મ આપ્યો! કારણ જાણીને આંખમાંથી આંસુઓ સરી પડશે…
આ જગતનો સૌથી પવિત્ર સંબંધ એટલે રક્ષાબંધન. આપણે જાણીએ છે કે, ભાઈ બહેનનો સંબંધ અતુલ્ય છે અને એનું વર્ણન શબ્દોમાં ન કરી શકાય. બહેનના જીવનની રક્ષા અને ખુશીઓ આપવા ભાઈ હંમેશા તેની સાથે રહે છે. હાલમાં જ્યારે રક્ષાબંધન આવી રહી છે, ત્યારે હાલમાં જ એક બહેન એ પોતાના ભાઈને આપી કાળજાની ભેટ. તમારું હૈયું પણ હરખ થી ફુલાઈ જશે જ્યારે આ ઘટના અંગે તને જાણશો.
આ ઘટના અંગે આપને વધુ વિગતવાર જણાવીએ તો હાલમાં જ દિવ્યભાસ્કરનાં અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે,
ગુજરાતના રાજેશભાઈનો પુત્ર સાગર સાઉથ આફ્રિકામાં જોબ કરે છે તેમજ તેમની પત્ની ઋત્વી હાલ સાણંદ સસરા રાજેશભાઈના ઘરે જ રહે છે. સાગર અને ઋત્વી ની : સંતાન હતા જ્યારે સાગરની બહેન સલુની જેને સંતાનમાં એક 8 વર્ષનો પુત્ર છે.
પોતાના ભાઈનું ની સંતાનપણું દૂર કરવા માટે સલુનીને પણ પોતાના ભાઈને માટે બીજા સંતાનને જન્મ આપવાનો નિર્ણય લીધો આ વાતમાં પતિ મિતેષ અને સાસુ સસરા હીનાબેન અને હરીૐભાઈ જાની પણ સહમત થતા આખરે તેમના ઘરે દીકરીનો જન્મ થયો. જ્યારે દીકરી 10 માસની થઇ ત્યારે બહેને રાજી ખુશી તેને પોતાના ભાઈને આપી દીધી.
ખરેખર ધન્ય છે આ બહેનને જેણે પોતાના ભાઈ-ભાભીને માતા પિતા બનવાનું સૌભાગ્ય ભેટ ધરી દીધું.આ સુખદ ઘટનાથી બંને પરિવારોમાં અનોખો આનંદ વ્યાપી ગયો. હાલમાં કળિયુગમાં લોકો પાસે સ્વાર્થ સિવાય કોઈ વાત હોતી નથી ત્યારે ભાઈ -બહેનના આ નિર્મળ પ્રેમ લોકો માટે પ્રેરણાદાયી બન્યો છે અને સલૂનીના પતિ અને તેમના સાસરિયા પક્ષને ને સલામ કરવું જોઈએ જેમને આવી સમજદારીનો ઉત્તમ દાખલો બેસાડ્યો.