Gujarat

ગુજરાત નો નંબર વન બુટલેગર વિનોદ સિંધી દેશ છોડી ને આ દેશ મા ભાગી ગયો ! આવી રીતે લવાશે પરત…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, છેલ્લા ઘણા દિવસથી સ્ટેટ મોનીટરીંગ સેલ એક્શન મોડમાં આવી છે, ત્યારે અનેક કુખ્યાત બુટલેગરોને પકડી પાડવામાં આવ્યા છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, કુખ્યાત બુટેલેગર અંગે ચોંકાવનારી વાત સામે આવી છે, જેના લીધે તંત્ર પણ દોડતું થઈ ગયું છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે એવું તે શું બન્યું છે કે, ફરી એકવાર વિનોદ સિંધી ચર્ચામાં આવ્યો છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પરથી મહારાષ્ટ્રના કુખ્યાત બૂટલેગર અને છ મહિનાની અંદર જ ગુજરાતમાં 200 કરોડથી વધુનો દારૂ ઘૂસાડી દેનાર ગોરખ ઉર્ફે પિન્ટુની ધરપકડ કરી હતી. આ સિવાય તેમની સાથે જોડાયેલ બૂટલેગર નાગદાન ગઢવી તેમજ તેના સાગ્રીત એવા રાજસ્થાન-હરિયાણાથી દારૂની સપ્લાય કરનાર વિનોદ સિંધીના બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરી દેવામાં આવ્યા હતા.

સ્ટેટ મોનીટરિંગ દ્વારા નાગદાન ને તો પકડી પાડવામાં આવેલ પરંતુવિનોદ સિંધી હજુ ને પકડવામાં અસમર્થ રહી છે ત્યારે હવે એવી જાણકારી સામે આવી છે કે વિનોદ સિંધી પોલીસને ચકમો આપીને વિદેશ ફરાર થઈ ગયો છે. ખરેખર આવા બનાવો અનેક વાર બને છે, કે આરોપી વિદેશ ભાગી જાય છે ત્યારે કરોડો રૂ માં દારૂના હેરાફેરી કરનાર વિનોદ હવે વિદેશમાં ફરાર થઇ ગયો.

આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના સૂત્રોએ જણાવ્યું છે કે, 2019થી ફરાર એવો વિનોદ સિંધી ભારત છોડીને દુબઈ ભાગી ગયો છે. વિનોદ સિંધી તેનું એકાઉન્ટ ફ્રિઝ કરાયું તેના પહેલાં જ અને લુકઆઉટ નોટિસ નીકળે તે પહેલાં જ ભારતથી દુબઈ ભાગી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે, આ ઘટના અંગે જો સમયસર લુકઆઉટ નોટિસ નીકળી ગઈ હોત તો વિનોદ સિંધી ભારતના એરપોર્ટ પરથી ઉડાન ભરી શક્યો ન હોત પરંતુ નોટિસ નહીં નીકળતાં તે દુબઈ ભાગવામાં સફળ રહ્યો છે.

જો કે તે દુબઈમાં જ હોવાનું ખુલતાં હવે યુએઈ સરકારનો સંપર્ક સાધીને તેને ભારત પરત લાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવશે. બીજી બાજુ વિનોદ સિંધીનું એકાઉન્ટ ફ્રિઝ કરી દેવામાં આવ્યું હોવાથી બહુ લાંબો સમય સુધી તે દુબઈમાં રહી શકે તેમ ન હોવાથી ગમે ત્યારે તેને પકડીને ભારત લાવવામાં આવશે.બીજી બાજુ વિનોદ સિંધીના સાગ્રીત એવા નાગદાન ગઢવી અને ગોરખ ઉર્ફે પિન્ટુને સ્ટેટ મોનિટરિંગ સેલે દબોચી લીધા હોય તેની પૂછપરછમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!