ગુજરાતના ઓલ રાઉન્ડર ખેલાડીની હાલત આજે દયનીય ! આજે ખેત મજૂરી કરવ મજબૂર જ્યારે એક સયમે પાકિસ્તાન ને હારાવી
આ જગતમાં સમયની સાથે બધું બદલાઈ જાય છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે ઘણી વખત સમય ક્યારે બદલાઈ જાય છે એ કોઈ નથી જાણતું. આજે અમે આપને એક એવી દુઃખ કહાની જણાવીશું કે, ગુજરાતના ઓલ રાઉન્ડર ખેલાડીની હાલત આજે એટલી દયનીય છે કે, આજે ખેત મજૂરી કરવ મજબૂર જ્યારે એક સયમે પાકિસ્તાન ને હારાવી ટીમને હરાવેલ. હવે વિચાર કરો કે,વર્લ્ડકપ ક્રિકેટ રમેલો ખેલાડી એક કાચા જર્જરિત મકાન માં રહી પશુ ચરાવી ખેત મજૂરી કરી ને પોતાના ઘરડા માતા પિતા સહિત પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે તો તમને આશ્ચય લાગેને?
એક એવા જ ગુજરાતના અંધ વર્લ્ડકપ વિજેતા ઓલ રાઉન્ડરની કહાની જણાવીએ. દેશ માટે રમેલ ક્રિકેટર આવી હાલત જોઇને તમારું હૈયું કંપી જશે. માલપુરના નાનકડા એવા પીપરાણા ગામે એક ગરીબ ખેત મજૂર ને ઘરે જન્મેલા ભલાજી ડામોર જન્મથી અંધ હતા છતાં સાબરકાંઠા જિલ્લા ખાતે ચાલતી સંસ્થા રાષ્ટ્રીય અંધજન મંડળમાં બ્રેઇલ લિપિ વાડા પુસ્તકો દ્વારા ભલાજી ડામોરને ભણાવવા લાગ્યા તો ભલાજી ડામોર બ્રેઇલ લિપિના સહારે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો એ દરમિયાન અભ્યાસ ની સાથે સાથે રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા કલચર એક્ટિવિટી પણ અંધ વિદ્યાર્થીઓ પાસે કરાવતા હતા.
એ તમામ એક્ટિવિટીમાં ભલાજી ડામોરને ક્રિકેટની રમતનો બહુ શોખ હતો અને ક્રિકેટમાં ઓલ રાઉન્ડર ખેલાડી તરીકે પ્રસિદ્ધ થયા હતા. ઇડરની ટીમ ગુજરાતમાં પ્રખ્યાત થઈ ધીરે ધીરે પ્રેક્ટિસ કરતો કરતો ગુજરાત કપ જીત્યો.વર્ષ 1998માં હોટલ કનિષ્કના સ્પોન્સરશિપ હેઠળ દિલ્હીમાં કનિષ્ક અંધ વર્લ્ડકપ યોજાયો એમાં સેમી ફાઇનલમાં દુશ્મન દેશ પાકિસ્તાન ને કારમો પરાજય આપી પોતે મેન ઓફ ધ મેચ બન્યા હતા. ભારત ની અંધ ક્રિકેટ ટીમ ને ફાઇનલ સુધી પહોંચાડી અને ફાઈનલ મેચમાં મેન ઓફ ધ સિરીઝ બન્યો અને દેશ ગુજરાત રાજ્ય નું અને અરવલ્લી જિલ્લાનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું હતું.
12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો પછી આગળ પણ ભણવું હતું પરંતુ ગરીબ સ્થિતિ હતી એટલે ભણવા અસમર્થ હતા અને ઘરે રહી પશુ ચરાવવા અને ખેત મજૂરી કરી ને જીવન વિતાવતો હતો લગ્ન કરવાની ઉંમર થઈ એટલે ભલાજીના સમાજમાં જ તેના લગ્ન કરાવ્યા ગરીબીમાં મજૂરી કરી જીવન જીવતા અને બે સંતાનોનો પિતા બન્યા ઘરમાં મા-બાપ પણ વૃદ્ધ થયા એટલે હવે એ ખેત મજૂરી કરી શકે એમ ન હતા, એટલે પોતાના સંતાનો પત્ની અને મા બાપ બધાની જવાબદારી ભલાજી ના શિરે હતી.
મજૂરી કરતા કરતા નાની ઉંમરે પોતે વૃદ્ધ થઈ ગયા હોય એવી ભલાજી ડામોરની હાલત થઈ ત્યારે ભગવાને જે વ્યક્તિને દ્રષ્ટિ તો આપી નથી પરંતુ પોતાની સુજબૂજથી દેશ માટે ભારતને ગૌરવ અપાવવા માટે ક્રિકેટની રમતમાં પુષ્કળ મહેનત કરીનેદ્રષ્ટિ ના હોવા છતાં એ પણ દેશ માટે જ રમ્યો છે દેશ ને જ ગૌરવ આપાવ્યું છે એને તો એને કરોડો અબજો નહીં પણ કમ એ કમ બે ટાઈમ નો રોટલો પણ નથી મળતો. આજે અંધ વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર અંધ ક્રિકેટર ભલાજી ડામોરની આજે કફોડી હાલત છે
હાલ એક કાચા મકાન માં રહે છે બે નાના બાળકો ને સરખા પહેરવા કપડાં પણ નથી પિતા વૃદ્ધ છે એટલે એ પણ એક ખાટલા પર સુઈ રહે છે ઘરમાં ગેસ નો ચૂલો પણ નથી અરે પાણી પીવા માટે જૂનું કટાઈ ગયું હોય એવું માત્ર એક માટલું જ છે કાચા ચૂલા પર લાકડા સળગાવી રોટલો બનાવી ને ભોજન માણે છે.એક વર્લ્ડકપના ખેલાડી ની આ સ્થિતિ ત્યારે સરકાર પાસે ભલાજી ડામોર વિનંતી કરે છે કે એને કોઈ સહાય આપવામાં આવે.