ગુજરતી ક્રિકેટર માથે દુખ નો પહાડ ટુટી પડ્યો ! દિકરી ના મૃત્યુ બાદ હવે પિતા નુ પણ મોત નીપજ્યું પરંતુ ક્રિકેટ ના મેદાન….
ક્યારેક વિધાતાએ કોઈના ભાગ્યમાં એવું દુઃખ લખ્યું હોય છે કે, આપણે ક્યારેય વિચારી પણ ન શકીએ.હાલમાં જ ગુજરાતનાં લોકપ્રિય ક્રિકેટર વિષ્ણુ સોલંકીનાં જીવનમાં દુઃખના પહાળો તૂટી પડ્યા છે. ગઇ કાલે જ આપણને સૌ કોઈને જાણવા મળ્યું હતું કે, તેમને પોતાની વ્હાલસોયી દીકરીને ગુમાવી.જે જન્મતાવેંત 24 કલાકમાં મુત્યુ પામી. હજુ તો પોતાની દિકરીને સ્પર્શ કર્યો ન હતો, ત્યાં જ તેના થી સદાય માટે દૂર થઈ ગઈ. આ દુઃખ તો એક પિતા જ સમજી શકે છે. આ દુઃખની સાથે પણ તેઓ મેદાનમાં રમ્યા અને સદી પણ ફટકારી હતી.
હાલમાં જ ત્યારે જાણવા મળ્યું છે કે, વિધાતા એ જાણે વિષ્ણુનાં જીવનમાં દુઃખની નદીઓ વહાવી છે. હજુ તો દીકરી નું દુઃખ ઓછું થયું ન હતું, ત્યાં જ તેમના પિતા પણ છોડીને ચાલ્યા ગયા. પોતાની દેશને ખાતર તેણે વીડિયો કોલ દ્વારા પિતાના અંતિમ દર્શન કર્યા. ત્યારેબઆજે પિતા પુરષોત્તમભાઇ સોલંકીના મૃત્યુંના આઘાતના સમાચાર વચ્ચે પણ વિષ્ણુ સોલંકી મેચ રમીને ફરી પોતાની સ્પોર્ટ્સમેન સ્પિરીટ બતાવી હતી. હાલ ભુવનેશ્વર કટક ખાતે રણજી ટ્રોફી ટુર્નામેન્ટ રમાઇ રહી છે.
આ ઘટના વિશે વિસ્તુત જાણીએ તા.11 ફેબ્રુઆરી રાત્રે ખુશીના સમાચાર મળ્યા કે, પત્નીએ બાળકીને જન્મ આપ્યો છે. બાળકીના જન્મના સમાચાર મળતા તે ખૂશ થઇ ગયો હતો. પરંતુ, આ ખૂશી માત્ર 24 કલાક જ રહી હતી. બાળકીનો જન્મ રાત્રે 12.10 કલાકે થયો હતો. અને તા.12 મી ફેબ્રુઆરી રાત્રે 12 કલાકે સમાચાર મળ્યા કે, નવજાત બાળકીનું મૃત્યું થયું હતું.
બાળકીનું મોત થતાં આઘાતમાં સરી પડેલી પત્નીને આશ્વાસન આપવા માટે ચાર દિવસ વિષ્ણુ સોલંકી પત્ની અને પરિવાર સાથે રહ્યો હતો અને ચાર દિવસમાં બાળકીના દુઃખને ભુલાવી તા.17 ફેબ્રુઆરીએ ભુવનેશ્વર પહોંચી ગયો હતો અને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં મુકવા તા.23 ફેબ્રુઆરીના રોજ ચંદીગઢ સાથે રમાયેલી ટીમ સામે રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો અને ચંદીગઢ ટીમની સામે 157 બોલમાં 103 રન ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં મુકી દીધી હતી.
આજે વિષ્ણુને ચાલુ મેચ દરમિયાન વધુ એક આઘાતજનક સમાચાર મળ્યા હતા. આજે વિષ્ણુના પિતાનું મૃત્યું થયું હતું, પરંતુ, વિષ્ણુએ મેચ છોડી ન હતી અને તે મેચને મહત્વ આપ્યું હતું અને ટીમ સ્થિતિને વધુ મહત્વ આપ્યું હતું. વિષ્ણુનો ક્રિકેટ પ્રત્યનો પ્રેમ એટલી હદે બિરદાવા લાયક હતો કે, તેને પિતાના પાર્થિવ દેવના દર્શન વીડિયો કોલથી કર્યા હતા. વિષ્ણું સોલંકીની અથાગ મહેનત ભવિષ્યમાં રંગ લાવે તો નવાઈ નહીં.ખરેખર વિષ્ણુએ જે કાર્ય કર્યું એ ખૂબ જ સરહાનીય છે, તેમણે પિતા અને દીકરીના દુઃખને હદયમાં સમાવીને પોતાના દેશને મહત્વ આપ્યું.