શું ગુજરાત પર વાવાઝોડાનો ખતરો આવ્યો?? અસરને લઈને રાજ્યમાં ફરી પડશે કમોસમી વરસાદનો માર? જાણો આગાહી
ભર શિયાળે માવઠું થવાથી ખેડૂતો ના પાકને નુકસાન થયું છે, ત્યારે ફરી એકવાર ભારતના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, બંગાળના અખાતમાં આગામી બેથી ત્રણ દિવસોમાં વાવાઝોડું રચાય તેવી શક્યતા છે. આ વાવાઝોડું ભારતના દરિયાકાંઠાના વિસ્તારો, ખાસ કરીને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશને અસર કરી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં દક્ષિણ બંગાળના અખાતમાં એક સ્પષ્ટ ઓછા દબાણનું કેન્દ્ર સક્રિય થયું છે. આ કેન્દ્ર હવે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને વધુ મજબૂત બનશે. તે 30 નવેમ્બરના રોજ એક ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ તે વધુ મજબૂત બનવાની શક્યતા છે.
બંગાળના અખાતમાં આગળ વધતા આ સિસ્ટમ 1 ડિસેમ્બરના રોજ વાવાઝોડામાં ફેરવાઈ જવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ વાવાઝોડું ભારતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ હજુ સુધી તે નક્કી કરી શકાયું નથી કે તે કયા વિસ્તારોને અસર કરશે.
જો આ વાવાઝોડું બંગાળના અખાતમાં વળાંક લે છે, તો તે બાંગ્લાદેશને પણ અસર કરી શકે છે. આ વાવાઝોડાને કારણે ભારે વરસાદ, જોરદાર પવન અને ઊંચા મોજાની શક્યતા છે. આથી, દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને સલામતીનાં પગલાં લેવાં જોઈએ.