ગુજરાતવાસીઓ વધુ એક ચક્રવાત માટે તૈયાર થઈ જાવ!!હવામાન વિભાગે વાવાઝોડાને લઈને કરી આ મોટી આગાહી
હાલમાં દિવસેને દિવસે અનેક પ્રકારની આગાહી સામે આવી રહી છે, ત્યારે હાલમાં જ વધુ એક આગાહી આવી છે. વાત જાણે એમ છે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ-પૂર્વ અને નજીકના દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર દબાણ વિસ્તારમાં ફેરવાઈ ગયો છે.
આ કારણે આગામી તા. 21 ઓક્ટોબરની સવારે ચક્રવાતી તોફાનની સંભાવના વધી છે. આ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું ચક્રવાતી તોફાન હશે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતી વાવાઝોડાના નામકરણની ફોર્મ્યુલા અનુસાર તેનું નામ ‘તેજ’ હશે.
વાવાઝોડું અરબી સમુદ્રમાં છે અને તે પાકિસ્તાન અને ગુજરાતના દરિયાકાંઠે તેનો રસ્તો બદલી શકે છે. આ ચક્રવાતી તોફાનમાં 62-88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ વાવાઝોડું પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપરજોયની જેમ પોતાનો માર્ગ બદલી શકે છે. તમને જણાવી દઈએ કે બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું હતું પરંતુ તે તેની દિશા બદલીને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચીના કિનારે ટકરાયું હતું. હવે ફરી એકવાર વાવાઝોડું ગુજરાતમાં કેવી અસર દેખાળે તે જોવાનું રહ્યું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.