Gujarat

ગુજરાત ના આ જીલ્લા મા ફરી ખેલાયો ખુની ખેલ ! પાંચ વર્ષ જુનો બદલો યુવાને એવો લીધો કે લોકો ચીસો પાડી ગયા… જાણો પુરી ઘટના…

ગુજરાતમાં દિવસે ને દિવસે ને દિવસે ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે, ત્યારે હાલમાં જ ગુજરકરાટના આ જીલ્લામાં ફરી ખેલાયો ખુની ખેલ ! પાંચ વર્ષ જુનો બદલો યુવાને એવો લીધો કે લોકો ચીસો પાડી ગયા. ખરેખર આ ઘટનાં ખૂબ જ હદય કંપાવી દે એવી છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ બનાવ શું છે. આ ઘટના બની છે ભાવનગર જિલ્લાના વરતેજ તાબેના બુધેલ ગામમાં.

જ્યાં યુવાને જૂનો બદલો લેવા ના કરવાનું કરી બેઠો. વાત જાણે એમ છે કે, સરતાનપર ગામના યુવાનને ઘરમાં ઘૂંસી એક શખ્સે છરી વડે વેતરી નાખ્યો હતો. આ ઘટનામાં ચોંકાવનારી વાત એવી સામે આવી છે કે, આજથી 5 વર્ષ પહેલા માતાને ભગાડી જતા પુત્રએ બદલો લેવા યુવાન પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેને લઈ ચકચાર મચી છે. સરતાનપર ગામે રહેતો કાળું રવજી મકવાણા ઉ.વ.24 આજથી પાંચ વર્ષ પૂર્વે કાનજી ઉર્ફે કાનો પોપટ રાઠોડની માતાને ભગાડી ગયો હતો.

આ વાતથી ગીન્નાયેલા કાનાએ મનોમન બદલો લેવાની ગાંઠ વાળી હતી.ત્યારે કાળું રવજી મકવાણા બુધેલ ગામે રહેતી તેની બહેન નિતા બુધા મેરના ઘરે રહી તેની વાડીએ ખેત મજૂરી કરતો હોય આથી ગતરાત્રે આરોપી કાનો નિતાના ઘરે આવી બિભત્સ ગાળો બોલતો હતો. જેથી કાળું ઘર બહાર નિકળ્યો હતો અને આરોપીને ગાળો ન દેવા જણાવતાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.

તિક્ષ્ણ છરા સાથે આવેલા આરોપી કાનાએ કાળું ઉપર હુમલો કરી છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.આરોપી કાનાને પણ ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અંગે મૃતકની બહેન નિતા બુધા મેરે આરોપી કાનો પોપટ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!