Gujarat

દિવસે ને દિવસે ગુજરાતમાં થઈ રહ્યા છે યુવાનોના મોત: વધુ બે યુવાનોએ ગુમાવ્યો જીવ, મોતનું કારણ….

હાલમાં જ્યાં જુઓ ત્યાં હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યા છે. યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ વધ્યું છે. ખાસ કરીને ગરબા રમતી વખતે પણ અનેક યુવાનો ને હાર્ટ એટેક આવ્યા હોય તેવા બનાવો બન્યા છે. હાલમાં જ

હાલમાં જ ગુજરાતમાં વધુ બે હાર્ટ એટેકના બનાવ સામે આવ્યા છે. આ બનાવ અમરેલીના બાબરા અને જામનગરમાં બન્યો છે. આ બન્ને યુવાનોને હાર્ટ એટેક કઈ રીતે આવ્યા તે જાણીને આશ્ચર્ય થશે.

આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો રાજુલા શહેરમાં નવરાત્રીમાં રામાપીરના આખ્યાન કલાકાર પર પૈસા ઉડાવતી વખતે એક યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

આ કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. યોગ્ય સારવાર મળે એ પહેલા જ ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો હતો..બીજો બનાવ જામનગરમાં બન્યો હતો.24 વર્ષીય યુવાન રવિ લુણા તાવ-શરદી હોય દવાખાનામાં દવા લેવા ગયો હતો.

જ્યાં અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા હાર્ટ અટેક આવતા યુવાનનું મૃત્યુ થયું છે.  આ બનાવના પગલે બને યુવાનોના પરિવારમાં ભારે શોકમય વાતાવરણ છવાઈ ગયું હતું. આ બનાવ પરથી દરેક યુવાનોને ચેતી જવું જોઈએ અને પોતાના સ્વાસ્થ્ય પર ખાસ તકેદારી રાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!