ગુજરાત ના આ ગામ મા દૂધ – છાસ વેચવાને બદલે મફત આપી દે છે અને જો કોઈ વેંચે તો તેની સાથે એવુ થાય કે…
આજનાં મોંઘવારીનાં સમયમાં લોકો પાંચ દસ રુપિયા આપવાનું પણ વિચારતા હોય છે, ત્યારે આજે અમે આપને એક એવા ગામ વિશે વાત કરીશું જ્યાં દૂધ – છાસ વેચવાને બદલે મફત આપી દે છે અને જો કોઈ વેંચે તો તેની સાથે એવુ થાય કે તમે જાણીને પણ ચોંકી જશો. આ વાત કોઈ સામાન્ય નથી કારણ કે, આ કારણ ખૂબ જ રસપ્રદ છે. ચાલો અમે આ ઘટના થી સંપૂર્ણ રીતે માહિતગાર કરીએ. ગુજરાતના કચ્છના ધોકડા ગામમાં કોઈને દૂધનો ખર્ચો નથી થતો કારણ કે આ ગામમાં દૂધ દહીં છાસ ફ્રીમાં મળે છે.
માત્ર 5000ની વસ્તી ધરાવતા માંડવી જિલ્લાના ધોકડા ગામે જે લોકો પાસે દુધાળા ઢોર છે એનું દૂધ એ લોકો વેંચતા નથી, પણ પોતાના અને આસપાસના ગામના લોકોને દૂધ મફતમાં એક બીજાને આપે છે. આવું કરવા પાછળ નું એક કારણ છે. વાત જાણે એમ છે કે, આજથી 500 વર્ષ પહેલા મુસ્લિમ પીર સયદનાએ ગામ લોકોને કહ્યું હતું કે ગામમાં શાંતિ અને સુખ જણવાઈ રહે એના માટે કોઈએ દૂધ વેચવાનું નથી.
આ પીરના વચનને ગામના લોકો નિભાવી રહ્યા છે.ગામમાં આવેલી પીર સાયદનની દરગાહને માનની નજરે જુવે છે. ગાય ભેંસ ધરાવતા કુટુંબો વધારાનું દૂધ ગામમાં જેની પાસે દુધારા ઢોર નથી એ લોકોને ફ્રીમાં આપી દે છે. ઘરમાં ઉપયોગ કરવા દહીં, છાસ પણ પૈસા લીધા વગર બીજાને આપી દે છે. તેમ છતાં દૂધ વધેલું હોય તો તે આજુ બાજુના ગામના લોકોને આપી દે છે.
ગામના એક વ્યક્તિએ આમારી ઈચ્છા વિરુદ્ધ દૂધ વેચવાનું સારું કર્યું તો તેને પોતાનો જીવ ગુમાવ્યો. ગામના લોકોનો અતૂટ શ્રદ્ધા અને આસ્થા હોવાથી આ પરંપરાને જાળવી રાખી છે.ગામના એક સજન દામોદર જોશી કહે છે કે ” ચાર માણસના અમારા કુટુંબને અમારે જોઈએ એટલા દૂધ, દહીં અને છાસ મફત મળી જાય છે. જેથી કુટુંબને સાચવવાનો ખર્ચ ઓછો આવે છે.જ્યારે પણ કચ્છ જવાનું થાય ત્યારે આ ગામની મુલાકાત અચૂકપણે લેવી જોઈએ અને અહીંયાનું ગ્રામ્ય જીવન ખૂબ ક સુંદર અને શાંતિમય છે.