મા ભોમની રક્ષા કરતા ગુજરાત વિર સપુત જયદીપસિંહ શહીદ થયા
ભારત દેશ ના જવાનો દેશ ની સરહદે મા ભોમ રક્ષા માટે ખડે પગે રહે છે એમા પણ ગુજરાત ના સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા ના અનેક યુવાનો આર્મી મા જોડાયા છે અને સરહદ પર ફરજ બજાવી રહ્યા છે. ત્યારે એક દુખદ સમાચાર સામે આવ્યા છે. મુળ ઇડર તાલુકાના ગાંઠીયોલ ગામના બીએસએફમાં ફરજ બજાવતા જવાન જયદીપસિંહ દિલીપસિંહ જેતાવતનું પશ્ચિમ બંગાળમાં ફરજ દરમિયાન આકસ્મીક નિધન થયુ હતુ
જયદીપસિંહ શહીદ થતા આખા પંથક મા દુખ ની લાગણી સાથે માતમ છવાયો હતો અને શનિવારે તેમના પાર્થિવ દેહને માદરે વતન લવાયો હતો. ગાંઠીયોલ આજે તેના માદરે વતનથી તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. શહીદ જવાનની અંતિમયાત્રામાં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા અને આન, બાન અને શાન સાથે જવાનને વિદાઈ આપવામાં આવી હતી.
અંતીમ સંસ્કાર સમયે બીએસએફ તરફથી સંપૂર્ણ માન-સન્માન સાથે તેના પાર્થિવ દેહને ગાંઠીયોલ ખાતે લાવી ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિધિ કરાઈ હતી. અંતિમયાત્રા સમયે ગ્રામજનોએ પણ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખી જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. તો અંતિમયાત્રા સમયે સમગ્ર ગામ દેશભક્તિના રંગે રગાઈ જતા ગ્રામજનોની આંખો પણ ભરાઈ આવી હતી.
અંતીમ યાત્રા સમયે આખુ ગામ અંતીમ યાત્રા મા જોડાયુ હતુ અને આખુ ગામ હિબકે ચડયું હતુ સાથે સોસિયલ મીડીયા પર પણ લોકો એ શ્રદ્ધાંજલી પાઠવી હતી.