ગુજરાતનાં આ નાના એવા ગામમાં સામાન્ય પરિવારમાં જન્મેલા જીગ્નેશ દાદા શિક્ષક અને એન્જિનિયર હોવા છતાં આ કારણે બન્યા કથાકાર…
આપણે ત્યાં કથા સાંભળવાનું ખૂબ જ મહત્વનું છે. એ કથા શ્રીમદ્દ ભાગવત હોય કે, પછી શ્રી રામ કથા પરતું કથાકારના મુખે થી આ પવિત્ર વાણી સાંભળીને દરેક વ્યક્તિનું જીવન ધન્ય બની જાય છે. ગુજરાતની ધરામાં અનેક એવા કથાકારો છે જેઓ કથાનું રસપાન કરાવીને શ્રોતાગણોને ભગવાની ભક્તિમાં લીન કરે છે, સાથો સાથ જીવન અને સમાજલક્ષી સંદેશ અવશ્યપણે આપે છે, જે દરેક વ્યક્તિનાં જીવમમાં ઉપયોગી બને.
આજે આપણે જાણીશું ગુજરાતનાં એવા જ એક કથાકાર વિશે જેમનું જીવ શરૂઆતમાં ખૂબ જ દયનિય હતું પરંતુ આજે તેઓ દેશ વિદેશોમાં ભાગવત કથા નું પ્રવચન કરીને ભક્તોને શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન કરે છે. આ કથાકાર એટલે પરમ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા જેને લોકો રાધે રાધેના ઉપનામ થી પણ સંબોધે છે. બાપુ એ અત્યાર સુધીમાં 150 થી વધારે કથાઓ કરી છે. પરમ પૂજત શ્રી બાપુ તેમના સદ્ગુણો ને લીધે લોકો તેમના તરફ આકર્ષાય છે.
આજે તમને જણાવીશુ તેમના જીવનની એ તમામ વાતો જે તમે ભાગ્યે જ જાણતાં જશો. વાત જાણે એમ છે કે, પરમ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાનો જન્મ ગુજરાત ના અમરેલી જીલ્લાના કરિયાચડ ગામમાં ૨૫ માર્ચ ૧૯૮૬ ના રોજ થયો હતો તેમની માતાનું નામ જયા બહેન જયારે પિતાનું નામ શંકર ભાઈ છે. સામાન્ય પરિવારના જન્મેલા જીગ્નેશદાદા એ રાજુલા પાસેની જાફરાબાદમાં અભ્યાસ કર્યો અને તેઓ એરોનોટિકલ એન્જીનીયર છે.
સૌથી મહત્વની વાત એ કે, તેમણે દ્વારકામાં સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો છે અને સંસ્કૃતના શિક્ષક પણ હતા. કહેવાય છે ને કે દરેક વ્યક્તિમાં કંઈક ગુણો સમાયેલ હોય છે એવી જ રિતે જીગ્નેશ દાદાને બાળપણ થી ભજન અને ભક્તિમાં અને ધાર્મિક બુકો વાંચનનો શોખ હતો અને તેમને આજ કારણે પોતાનું જીવન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન કરવાનું પસંદ કર્યું અને શ્રી મદ ભાગવત કથાનું રસપાન કરાવવાની શરૂઆત તેમને પોતાના ગામમાં માત્ર ૧૬ વર્ષની ઉમરે પહેલી કથા કરી. ત્યાર થી લઈને અત્યાર સુધી તેઓ કથાઓનું રસપાન કરાવી રહ્યા છે. તેઓ હંમેશા દરેક કથાઓમાં અને ભક્તોના પધરામણી વખતે તેમની સાથે બાળ ગોપાલની મૂર્તિ અવશ્યપણે હોય છે.
જીગ્નેશ દાદા ને એક પુત્ર છે તેને પણ વારસામાં ભજન ભક્તિ અને ધાર્મિક વૃત્તિના સંસ્કાર મળેલ છે. પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુની કથામાં તેમના દીકરાએ વ્યાસપીઠ પર ભજન ગાયેલું. એ વીડિયો તમને સૌને યાદ હશે! આમ પણ જીગ્નેશ દાદાનાં ભાઈ બંધી મા કૃષ્ણ ને સુદામા મળ્યા રે એને ભાઈ બંધ, દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે., તાળી પાડો તો મારા રામ ની રે બીજી તાળી નાં હોય જો, મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જજો રે. જેવા ભજનો ખૂબ જ લોકપ્રિય છે. જીગ્નેશ દાદા હાલમાં સુરતમાં જ પોતાના પરિવાર સાથે રહે અને તેઓ ખૂબ વૈભવશાળી જીવન અને સુખીજીવન પસાર કરી રહ્યા છે.