ગુજરાતના સૌથી મોટા લીકર માફિયા ! ગુજરાત મા વર્ષે 1 હજાર કરોડ નો દારુ ઘુસાડે…..જાણો ઓડીઓ મા બીજા ક્યા ક્યા ખુલાસા થયા…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, છેલ્લા ત્રણ ચાર દિવસથી સ્ટેટ મોનીટરીંગ સેલ ખૂબ જ એક્શનમોડમાં છે અને દારૂના બુટલેગરોને પકડી પાડી રહી છે. ત્યારે આ તપાસમાં સામે આવ્યું છે કે, દારુનો ધંધો એટલો વ્યાપક અને નેટવર્ક એટલું સોલિડ છે કે કોર્પોરેટ હાઉસ પણ તેમની સામે ટૂંકા પડે. જ્યારે બુટલેગરની કમાણી સામે નાના ઉદ્યોગપતિઓ-કંપનીઓનો પનો ટૂંકો પડે એવો છે.
ગુજરાતમાં દારૂનું નેટવર્ક સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં થયો છે.ગુજરાતમાં કુખ્યાત નાગદાન ગઢવી અને વિનોદ સિંધી દ્વારા દારૂનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. આ નેટવર્ક કેવી રીતે ફેલાયેલું છે તેની એક એક કડી નાગદાન ગઢવીના ફોનમાંથી મળેલી 29 ઓડિયો ક્લિપમાં સમાયેલી છે. ચાલો આ ઓડિયો કલીઓમાં શું શુ જાણવા મળ્યું છે એ આપણે જણાવીએ.
ઓડિયોમાં નાગદાન-વિનોદ વચ્ચેની વાતચીત તેમજ બૂટલેગરો અને ડિસ્ટ્રિબ્યુટર વચ્ચે ઓર્ડરની વાતચીત અને બન્ને વચ્ચે સપ્લાય, ડિલિવરી, રિસીવર, રૂટ અંગેની વાત, અશુ,ચિરાગ, વિનોદ સિંધીના ઈશારે કામ કરે છે નાગદાન. બોર્ડરથી અલગ અલગ રૂટ દ્વારા દારૂ આવે છે. ખરેખર આ ઔડીયો કલીપ દ્વાએ દારૂની હીરાફેરીની તમામ વિગતો સામે આવી છે.
નાગદાન પાસેથી મળી છે હિસાબની ડાયરી, સુનીલ દરજી, માનસિંહ મીણા, શૈલેષ જૈન, અનંતપાલસિંહ ચલાવે છે નેટવર્ક અને વિનોદ સિંધીનું રાજસ્થાનમાં જડબેસલાક નેટવર્કનાં સિવાય ડાયરીમાં દારૂનાં વેપારી,હવાલા, આંગડિયાની વિગત તેમજ કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મચારીઓનો નેટવર્કને સપોર્ટ છે અને કમલેશ નામની વ્યક્તિ આખા નેટવર્કનો હિસાબ રાખે છે.
ખાસ વાત એ છે કે, દારૂની ડીલીવરી માટે હાઈટેક બન્યા છે અને જીપીએસસીનો ઉપયોગ કરે છે.બુટેલેગરો viop દ્વારા દારૂની રિસીવરી કરે છે. હાલમાં તો સ્ટેટ મોનીટરીંગ વિનોદ સીધી અને નાગદાન ખાતા સિઝ કર્યા છે તેમજ પિંનટુ નામના બુટલેગર ને પકડી પાડીને તેના પાસેથી 200 કરોડનું ટર્ન ઓવર થાય છે એ જાણવા મળ્યું છે.