ગુજરાતનાં આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, તંત્ર થઈ ગયું સજ્જ…
હાલમાં અષાઢી બીજ બાદ અનેક શહેરોમાં વરસાદનું ધોધમાર આગમન થઈ ગયું છે, ત્યારે હવે આગામી દિવસોમાં પણ પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેના લીધે હાલમાં જ તંત્ર સજ્જ થઈ ગયું છે. આગામી દિવસોમાં ક્યાં ક્યાં શહેરોમાં સંકટનાં વાદળો છવાશે તે જાણવું ખૂબ જ જરૂરી છે. હાલમાં અનેક શહેરો એવા છે, જ્યાં હજુ સુધી પણ મેઘરાજા મન મુકીને વરસ્યા નથી. ત્યારે ચાલો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વિશે વિગતવાર માહિતી જાણીએ.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હાલમાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાની સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. હાલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. સૂત્ર દ્વારા મળેલી વિગતો મુજબ આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.
ખાસ કરીને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે. 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની અગાહીના પગલે તંત્ર સજ્જ બન્યું છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અતિ ભારે વરસાદ ને કારણે દરિયા કાંઠાનાં વિસ્તારો તેમજ નીચાણવાળા વિસ્તારોને ધ્યાનમાં રાખી ને તંત્ર પણ સુરક્ષા અને સુવિધાઓ સાથે સજ્જ થઈ ગયું છે.
આગામી સમયમાં વરસાદ ને લઇને રાહત કમિશનરે NDRF અને SDRFની ટીમોને ડીપ્લોય કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક NDRFની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી. આ પહેલા પણ ગીર સોમનાથ, નવસારી, બનાસકાંઠા, વલસાડ, સુરત અને ભાવનગરમાં એક તથા રાજકોટમાં બે એમ કચ્છ સહિત કુલ ૦૯ NDRFની ટીમો તથા પોરબંદર જિલ્લા ખાતે SDRFની એક ટીમ ડીપ્લોય કરવામાં આવેલ છે.