મેઘરાજાનો ભાર હજી ગુજરાત પર રહેશે?? હવામાન વિભાગની વધુ એક આગહી જેને જાણીને ખેડૂતો ચિંતિત…
આપણે સૌ કોઈ જાણીએ છેકે હાલમાં ભર શિયાળે માવઠું થયું છે, ત્યારે ફરી એકવાર ખેડૂતોને ચિંતામાં મૂકી દે તેવા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ફરી એકવાર ગુજરાત પર માવઠું આવશે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આજે પણ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે છોટાઉદેપુર, તાપી, નવસારીમાં વરસાદની આગાહી છે. તો આજે પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં માવઠું પડી શકે છે.
આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વરસાદને પગલે જીરું, વરિયાળી, રાયડો, ઘઉં, ધાણા અને લીલા શાકભાજી સહિતના પાકોને સૌથી વધારે નુકસાન થયું છે. ખેડૂતોએ ઘણી મહેનત કરીને લગાવેલા પાકોને નુકસાન થતાં તેઓ ખૂબ જ નિરાશ છે.