ગુજરાતના નાના એવા ગામની દીકરી Uk માં સૌથી નાની વયની સિવિક મેયર બની ! મૂળ ગુજરાત ના..
ગુજરાતના અનેક દેશો મા ગુજરતી ઓ એ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને અનેક ક્ષેત્રો મા પોતાનુ અને ગુજરાતી ઓનુ નામ રોશન કર્યુ છે ત્યારે હાલ જ બ્રિટેન મા વડા પ્રધાન ના પદ મા મુળ ભારતીય ઋષિ સુનક નુ નામ ઘણુ આગળ ચાલી રહ્યુ છે ત્યારે જો તેવો વડા પ્રધાન બનશે તો ખરેખર ઈતિહાસ રચાશે જ્યારે આવી જ એક ગૌરવપૂર્ણ બાબત ગુજરાત માટે પણ છે.
હાલ જ જણાવા મળ્યુ હતુ કે ભારતીય મૂળ ની એક દીકરી લંડન બરા ઓફ હેકની ની સૌથી નાની વયની સ્પીકર એટલે કે મેયર બની છે. હુમૈરા ગરાસિયાનો ની વાત કરવા મા આવે તો તેવો નુ મુળ વતન ગુજરાત ના વલસાડ જીલ્લા નુ નાનુ એવુ ગામ નાનાતાઈવાડ ના છે તેણે યુનિવર્સિટી ઓફ લંડનમાંથી BAની ડિગ્રી મેળવી છે.
હુમૈરા ગરાસિયાનો ના પિતા રફીક અહેમદ યુવાનીમાં જ લંડનમાં સ્થાયી થયા હતા અને હાલ તેવો વેર હાઉસ મા કામ કરે છે. જ્યારે તેના માતા નજમા મૂળ ભરૂચના છે અને હાલ ગૃહિણી છે. હુમૈરા જ્યારે 15 વર્ષ ની હતી ત્યાર થી સક્રીય રાજકારણ મા જોડાઇ હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ હાંસિયામાં ધકેલાયેલી વસ્તીનું પ્રતિનિધિત્વ તે કરવા માગતી હતી. જ્યારે આટલા મોટા પદ પર છે અને પોતાની ઓળખ હંમેશા ગુજરતી તરીકે જ આપે છે.
વધુ મા હુમૈરા ગરાસિયા એ જણાવ્યું હતુ કે “આખા યુકેમાં હું સૌથી નાની વય અને ભારતીય મૂળની પહેલી સ્પીકર/મેયર છું. લંડન બરા ઓફ હેકનીમાં ચૂંટાઈ આવેલી સૌથી નાની વયની સ્પીકર છું. હું 2018માં 21 વર્ષની હતી ત્યારે કાઉન્સિલર તરીકે ચૂંટાઈ હતી અને ચાર વર્ષની ટર્મ પૂરી કરી હતી. એ વખતે હું ચૂંટાઈ આવેલી ભારતીય મૂળની સૌથી નાની વયની કાઉન્સિલર હતી. મે 2022માં ફરી વખત કાઉન્સિલર તરીકે હું ચૂંટાઈ છું”