ગુજરાતનું એક અનોખું જંગલ , જ્યાં પ્રવાસીઓને વીમા કવચની સાથે આવી સુવિધા મળે છે કે, આવવાનું મન નહીં થાય, જાણો ક્યાં આવેલું છે…
ગુજરાતમાં અનેક એવા જંગલો આવેલા છે કે, જેનું વર્ણન શબ્દોમાં ન થઈ શકે છે. આજે અમે આપને જણાવીશું જાંબુઘોડા અભયારણ્ય વિશે. વડોદરાના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પૂરવાર થયું છે. છેલ્લા ત્રણ વર્ષ જ વર્ષમાં ધનપુરી સ્થિત વન વિભાગની ઇકો ટુરિઝમ સાઇટની ૭૬૯૫૭ પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યા છે. તેમાં સૌથી વધુ પ્રવાસીઓ વડોદરા તરફના છે.
સમગ્ર રાજ્યની આ એક માત્ર સાઇટ એવી છે કે તેની મુલાકાત લેતા પ્રવાસીઓને વીમા સુરક્ષા કવચનો લાભ મળે છે. ૧૩૦ ચોરસ કિલોમિટરનો ફેલાવો ધરાવતા જાંબુઘોડા અભયારણ્યમાં વડોદરા વન વિભાગ દ્વારા જુદા જુદા સ્થળે ઇકો ટુરિઝમ સાઇટ બનાવવામાં આવી છે. લોકોમાં વન્યજીવો અને વનસંપદાના સંરક્ષણ-સંવર્ધન પ્રત્યે જાગૃતતા વધે એ માટે સુવિધા સંપન્ન પ્રકૃતિ પ્રવાસન કેન્દ્રો કાર્યરત છે. પ્રવાસીઓને નજીવા દરે મળતી ફાઇવ સ્ટાર હોટેલ જેવી સુવિધા અને બીજુ કારણ તેને કુદરતે બક્ષેલી સૌંદર્યતા !
ડ્રાય ટ્રોપિકલ ડિસિડ્યુઅસ પ્રકારના જંગલ ધરાવતા ધનપુરી આસપાસ ધનેશ્વરી માતાજીની ટેકરી સહિતની નાની પર્વતમાળા આવેલી છે. આ જંગલ દીપડા, રીંછ, નીલગાય જેવા હિંસક-તૃણાહારી ઉપરાંત વિવિધ પ્રકારના પક્ષીઓ અને સરિસૃપોનું રહેઠાણ છે. માનવસર્જિત કોલાહલ પણ સ્પર્શી ના શકે એવી નિરવ શાંતિ અહીં મળે છે. આ શાંતિ તમને પ્રગલ્ભતા તરફ દોરી જાય છે.
કુદરતની વ્યવસ્થાને અકબંધ રાખી વન વિભાગે અહીં એક વનકેડી નિયત કરી છે. એકાદ કિલોમિટર લાંબી આ વનકેડી પ્રવાસીઓને જંગલમાં પરિભ્રમણનો લ્હવો આપે છે. ટીમરૂ, ખાખરા, વાંસના ઉંચા વૃક્ષો વચ્ચેથી થતું પરિભ્રમણ પ્રવાસીને પ્રકૃત્તિ તરફ વધુ નજીક લઇ આવ્યા વીના રહે નહીં ! આ વનકેડીની બીજી વિશેષતા એ છે કે, સરળ ચઢાણ હોવાથી એકંદર સ્વાસ્થ્ય ધરાવતા વરિષ્ઠ નાગરિકો પણ થોડી ચોક્કસાઇ સાથે એના પર ચાલી શકે છે.
બાકીના પ્રવાસીઓ માટે સરળતાથી પર્વતારોહણ થઇ શકે છે.આ વન કેડીનું પરિભ્રમણ તમને નજીકમાં આવેલા કડા ડેમના ઉત્તર બાજુના ઓવારા તરફ લઇ જશે. આમ તો કડા ડેમાં પાણી ભરાયું ત્યારે પણ તેમનો નજારો અદ્દભૂત હોય છે,