ગુજરાત નુ આ છે અનોખુ ગામડું જયા દરેક લોકો ની અટક છે રાઠોડ અને સાતસો વર્ષ જૂનું
આપણે આજે એક અનોખા ગામ વિશે જાણીશું જ્યાં એક જ જ્ઞાતીનાં લોકો વસવાટ કરે છે તેમજ અહીંયા આ ગામની એવી કેટલીક વિશિષ્ટતાઓ છે કે, સૌ કોઈ ચોંકી જશો. ચાલો આ ગામ વિશે વધુ રસપ્રદ વાતો જાણીએ.ઊનાથી 9 કિમી દુર રાજપુત રાજપરા ગામ આવેલું છે. ગામમાં 100 જેટલા ઘર છે અને 806 જેટલી વસતી છે. ગામની વિશેષતા એ છે કે, ગામમાં તમામ લોકો એક જ અટક ધરાવે છે.
તમને આશ્ર્ચર્ય થશે કે, ગામનાં તમામ લોકોની અટક રાઠોડ છે. ગામમાં રાઠોડ પરિવારનાં નાગણેશ્વર માતાજીનું મંદિર આવેલું છે. મંદિરનાં પુજારીનાં પરિવારનાં 6 સભ્યોને બાદ કરતા 800 જેટલા લોકોની અટક રાઠોડ છે.આ આખું ગામ આખું ખેતી આધારીત છે.
રાજપુત રાજપરા ગામ 700 વર્ષ પહેલા બંધાયું હોવાનું કેહવાય છે તેમજ અહીંયા બધાંમાં એકતા અતૂટ જોવા મળે છે. પહેલું કહેવાયને સંપ ત્યાં જપ. આખરે આ ગામ એક જ અટક ધરાવતા હોવાથી કોઈ ક્યારેય ઝઘડતા નથી.તેમજ આ ગામની મહિલાઓ એટલી જ આત્મનિર્ભર છે કે તેઓ મહિને 50 હજાર સુધીની કમાણી કરી લે આ પહેલા તેઓ 1 લાખ સુધી કમાતા જ્યારે કોરોના ન હતો.
રાજપુત રાજપરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થતી નથી. અહીં બીનહરીફ ચૂંટણી થાય છે. ગામમાં સર્વસંમતીથી સરપંચ અને સભ્યોની નિમણુંક થાય છે. ખરેખર આવું ગામમાં જો દરેક વ્યક્તિ સંપીને રહે તો સદાય જીવન સુખમય અને શાંતિભર્યું રહે.