Gujarat

ગુજરાત પોલીસ ખાતામાં મોટા પાયે બદલી ! 182 PSI ની બદલી આ કારણે કરવા મા આવી…

હાલમાં છેલ્લા એક મહિનાથી ગુજરાત પોલીસના બદલીનો સિલસિલો યથાવત છે, ત્યારે હાલમાં જ ગુજરાત પોલીસ ખાતામાં મોટા પાયે બદલી કરવામાં આવી છે ! ડીજીપી આશિષ ભાટિયા દ્વારા 182 PSI ની બદલીનાં આદેશ જાહેર કરવામાં આવ્યા છે. એક તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે નજીકમાં છે, ત્યારે 3 4 દિવસ અગાઉ જ 22 આઇપીએસ  તેમજ 86 dyspઓની બદલી કરવામાં આવેલી હતી અને હવે એકી સાથે આજે 182 બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેકટરના બદલીના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.

આ વર્ષે ચૂંટણીની જાહેરાત થતા જ નવેમ્બર મહિના બાદ આચરસંહિતા લાગુ પડશે જેથી મોટે પાયે પોલીસોની બદલી કરવામાં આવી છે. ડીજીપી આશિષ ભાટિયા દ્વારા જાહેર કરવામાં આવેલ પરીપત્રો મુજબ જાણવા મળ્યું છે કે, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરોને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ના અનુલક્ષ્યમાં અમલમાં આવનાર આદર્શ આચારસંહિતાની જોગવાઇઓનું પાલન કરવા માટે બદલવામાં આવેલ છે



તમામ પીએસઆઇની બદલીથી ખાલી પડનાર જગ્યાઓ ભરવા માટે અન્ય કચેરીના પો.સ.ઇ.ઓની બદલી કરવામાં આવેલ છે. પીએસઆઇની બદલીઓ અંગે ટૂંકમાં જાણીએ તો ગાંધીનગરના PSI સેગલ વિજય અમૃતલાલની બદલી સુરત ગ્રામ્યમાં કરવામા આવી છે, જ્યારે અમદાવાદ શહેરના પટેલ જયદીપ કુમારની બદલી પંચમહાલમાં કરી છે અને સુરત શહેરના બગડા ભાનુબેન મગાભાઈની બદલી મોરબીમાં થયેલ છે. ભાવનગર શહેરના ગોહિલ મેઘરાજાસિંહ સાહેબની બદલી પચમહાલ ખાતે કરવામાં આવી છે.


આ સિવાય અન્ય તમામ બિન હથિયારી પીએસઆઈ અધિકારીઓની બદલી ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં કરવામાં આવી છે જેથી તમામ અધિકારીઓને પોતાના નવા ફરજ કરાયેલ સ્થળ પર ફરજ બજાવવાનાં આદેશ કરવામાં આવ્યા છે.


હાલમાં હજુ પણ પોલીસ વિભાગમાં બદલીનો સિલસિલો યથાવત રહેશે જ્યાં સુધી ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ જતી. હવે જોવાનું એ રહ્યું કે હવે પોલીસ વિભાગમાંથી ક્યાં અધિકારીશ્રીઓની બદલી કરવામાં આવશે તે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!