જેના નામ માત્ર થી મોટા ગુંડા ધ્રુજવા લાગતા તેવા ડીવાયેસપી સુખદેવસિંહ આજે આવુ જીવન જીવી રહ્યા છે. ભગવા કપડા અને….
જગતમાં કહેવાય છે ને કે, આજના વ્યસ્તભર્યા જીવનમાં દરેક વ્યક્તિને શાંતિની અનુભૂતિ જોઈએ છે. આજના સમયમાં અનેક એવા લોકો છે જે પોતાની નિવૃત્તિ પછી પોતાનું જીવન અંગત રીતે જીવે છે, જેમાં સંસારની મોહ માયા દૂર હોય. આજે અમે એક એવા વ્યક્તિની વાત કરીશું જેઓનાં નામ માત્ર થી મોટા ગુંડા ધ્રુજવા લાગતા તેવા ડીવાયેસપી સુખદેવસિંહ આજે આવુ જીવન જીવી રહ્યા છે. ભગવા કપડા અને આજે એવું જીવન જીવી રહ્યા છે કે તમે પણ આશ્ચય પામી જશો.
ખરેખર આવું જીવન જીવવું કઠિન છે. ચાલો અમે આપને આ બાપા વિશે તમને માહિતી આપીએ. પોલીસ ખાતામાં એક સમય એવો હતો કે જ્યારે પણ સુખદેવસિંહ ઝાલાનું નામ લેવામાં આવે ત્યારે ટાંટિયા ધરૂજવા લાગતા હતા. ઇમાનદારીની મૂર્ત સુખદેવસિંહ ઝાલા નિવૃત્ત થયા બાદ ખાખી વર્ધી ઉતારીને ગાયત્રી પરિવાર સાથે જોડાઇને ભગવા વસ્ત્રો પહેરી લીધા છે. આ જે તેઓ એક સંતની સેવાનું જીવન જીવી રહ્યા છે. પોતાના આ જીવનકાળમાં તેઓ ખૂબ જ સાદગી રીતે જીવવાનું પસંદ કર્યું છે.
આયા સમયગાળામાં માત્ર તેમને ભજન ભક્તિ જ નહીં પરંતુ
પોતાના વતન ઝમ્મરમાં 10000થી વધુ વૃક્ષો વાવ્યા છે. આને કહેવાય કે પોતાના જીવનું તો કલ્યાણ કરે પણ સાથો સાથ અનેક જીવને સુખી કરે એજ સાચો વ્યક્તિ.લખતર તાલુકાના ઝમ્મર ગામનાં વતની અને જામનગર જિલ્લાને કર્મભૂમિ બનાવનાર સુખદેવસિંહ ઝાલા ડીવાયએસપી તરીકેની ફરજ બજાવતાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતાં. ખાસ વાત એકે તેઓએ પોતાનાં મૃત્યુ બાદ શરીર મેડિકલ હોસ્પિટલમાં આપી દેવાનો તેમજ પોતાનાં અંગો ડોનેટ કરવા માટેનો નિર્ણય લઈ ગયેલ છે.
પીએસઆઇથી ડીવાયએસપી સુધી પહોંચેલા સુખદેવસિંહ ઝાલા નોકરીમાં હતા ત્યારથી જ ગાયત્રી ઉપાસક હતા. આજે તો જાણે ભગવા કપડાં ધારણ કરેલા હોય તેમ કેસરી કપડામાં જોતા જ જાણે કોઈ સંત સામે બેઠા હોવાનો અહેસાસ આ લખનારને પણ થયો હોય તેવું જોવા મળતું હતું.આજે તેમનું આ જીવન જોઈને સૌ કોઈ યુવાનોને પ્રેરણા લેવી જોઈએ. ખરેખર આવા ભાગ્યે જ કોઈ અધિકારીઓ જોવા મળી શકે છે કે,પોતાનું જીવન આવી રીતે કુદરત ને સમર્પિત કરી શકે.તેઓ ફરજમાં હતા ત્યાં સુધી તેમને માત્ર સમાજની સેવા કરી છે.