ગુજરાતઃ સરપંચની ચૂંટણીમાં હારેલા ઉમેદવારને લોકોએ આ કારણે 10 લાખ રૂપિયા આપ્યા
હાલમાં જ ચૂંટણીનો માહોલ પૂરો થયો છે, આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે. ગામડાની ચૂંટણી દરમિયાન અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, ગુજરાતઃ સરપંચની ચૂંટણીમાં હારેલા ઉમેદવારને લોકોએ આ કારણે 10 લાખ રૂપિયા આપ્યા. હવે હારેલા વ્યક્તિને 10 લાખ રૂપિયા,? આ વાત સાંભળતા જ આશ્ચય જનક થાય કે, શું ખરેખર આવું હોય શકે!
હવે અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ વિગતવાર જણાવીએ કે, આખરે ક્યાં કારણે આ યુવાનને 10 લાખ રૂપિયા આપવામાં આવ્યાં. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ઉમેદરવારના અનેક કિસાઓ સામે આવ્યા હતા. ગામની ચૂંટણી ની વાત જ અનોખી હોય છે કારણ કે, ચૂંટણીમાં ઉમેદવાર હારી ગયો હોવાના છતાં પણ ગામના લોકોએ 10 લાખ રૂપિયા રકમ આપીને હારેલા ઉમેદવારનું સન્માન કર્યું હતું.
આવી ઘટના બની હતી ઉત્તર ગુજરાતમાં!બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકાના માસાલી માધાપુરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલ્પેશ ચૌધરી નામના ઉમેદવાર દ્વારા ઉમેદવારી નોંધવામાં આવી હતી. અલ્પેશ ચૌધરી દ્વારા પીઢ નેતા અને અનુભવી ભાજપના અગ્રણી માંગીરામ રાવલ સામે ઉમેદવારી કરી હતી, ચૂંટણીની મત ગણતરીમાં પરિણામ સામે આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે, મંગીરામ રાવલને 755 મત મળ્યા હતા અને અલ્પેશ ચૌધરી નામના યુવકને 699 મત મળ્યા હતા.
56 વોટથી અલ્પેશની મંગીરામ સામે હાર થઇ હતી.ગામના લોકો દ્વારા 10 લાખ રૂપિયાની રોકડ રમકનું પ્રોત્સાહન આપીને હારેલા ઉમેદવારનું સન્માન કરવામાં આવ્યું હતું કારણ કે, માત્ર 21 વર્ષનો યુવક અલ્પેશ ચૌધરી આર્થિક રીતે તૂટી ન જાય અને હારી જતા આ યુવક નાસીપાત ન થયા એટલા માટે સમાજના આગેવાનો દ્વારા તેનું સન્માન કરવાનું નક્કી કર્યું હતું.
એક કલાકના સમયમાં ગામના લોકોએ યુવાન એ જે ખર્ચ ચૂંટણીમાં કર્યો હતો એ તમામ આપી દીધો. યુવક દ્વારા ગામના લોકોનો આભાર માનવામાં આવ્યો હતો. આ ઘટના ને લીધે ગામમાં સરપંચની ચૂંટણીમાં ઈતિહાસ રચાયો છે. 10 ગામના લોકોએ 10 લાખ રૂપિયાનું ઇનામ આપ્યું છે. એક પીઢ ઉમેદવારને ટક્કર આપી એટલે ગામના લોકોએનપ્રોત્સાહન આપ્યું છે. મહ્ત્વની વાત એ છે કે, આવું શહેરમાં નહી ગામમાં જોવા મળે, જ્યા હારેલા અને જીતેલા ઉમેદવાર ચૂંટણી પત્યા પછીએ ગામનો વિકાસ સાથે કરવા સંકલ્પ લે.