Gujarat

સ્ત્રીમાંથી પુરૂષ બનીને વડોદરાની યુવતી સાથે લગ્ન કરનાર ડો. વિરાજ ઝડપાયો! કહ્યું આ કારણે છ વર્ષ સુધી નહોતો બાંધતો શારીરિક સંબંધ…

આપણે જાણીએ  છે કે, ગઈકાલનાં રોજ વડોદરાની પીડિત યુવતીએ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિશે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પીડિત યુવતીએ જણાવ્યું હતું કે, તેનો પતિ હકીકતમાં પુરુષ નહિ પણ સ્ત્રી છે અને તેને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે. પીડિતાની ફરિયાદને ધ્યામમાં લઈને તાત્કાલિક જ  દિલ્હીના ડો. વિરાજ ઉર્ફ વિજેયતાને ગોત્રી પોલીસ દિલ્હીથી લઇ આવી છે.

પોલિસને જાતીય તપાસમાં ડો. વિરાજ છોકરી હોવાનું બહાર આવ્યું છે. તેણીએ સ્ત્રીમાંથી પુરૂષ બનવા માટે કરાવેલું ઓપરેશન નિષ્ફળ ગયું છે. તેના ગુપ્તાંગમાં લિંગ લગાવેલું છે. પરંતુ, આ લિંગ શો પીસ સમાન છે. માત્ર સાથડની ચામડી લગાવીને લિંગ બનાવેલું છે. લિંગની ઉત્તેજના માટે એક ઓપરેશન બાકી છે. ઓપરેશનમાં વિરાજને અત્યાર સુધી 25 લાખનો ખર્ચ થયો હતો હજુ પણ તેને લઘુશંકા નીચે બેસીને કરવી પડે છે.

આરોપીએ ચોંકાવનારી વાત જણાવી હતી કે પોતે જન્મજાત છોકરી જ છે પણ તેને એવું લાગ્યું કે, તે સ્ત્રી નહીં પરંતુ, પુરૂષ છે. તે બાદ તેણે હોર્મોન્સના ઇન્જેક્શન લીધા હતા.અને બ્રેસ્ટ પણ કઢાવી નાંખ્યા હતા. ત્યાર પછી તે રશિયા ગયો હતો. રશિયામાં પણ તેને હોર્મોન્સ ચેન્જ માટે ઇન્જેક્શન લેવાનું ચાલુ રાખ્યું હતું. તે સમયે તે વિજેયતા નામે જ રશિયા ગયો હતો. રશિયાથી પરત આવ્યા બાદ ટી.વાય. પૂરું કર્યું હતું. અને પુનઃ MBBS કરવા માટે રશિયા ગયો હતો. ત્યારે તે વિરાજ નામે ગયો હતો

વર્ષ-2005માં દરમિયાન તે અર્ચના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એકજ વર્ષમાં છૂટા પડી ગયા હતા. કામ વાસના લીધે તેને વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, લિંગ નાંખવાનું બાકી હોવાથી વડોદરાની યુવતી સાથે સંબંધ માણતો ન હતો. યુવતીને કહેતો કે અકસ્માતમાં મારું લિંગ નાનું થઇ ગયું છે. મારે ઓપરેશન કરાવવાનું છે.


વિરાજે કોલકાતામાં સાથડની ચામડીના ડોક્ટરે લિંગ બનાવી આપ્યું હતું. આ ચામડીનું લિંગ બનાવ્યા બાદ દિલ્હી પરત આવ્યો હતો. લિંગ લગાવ્યા બાદ તેને વાસના ભભૂકતા વડોદરાની યુવતી સાથે વિકૃત હરકતો કરવા લાગ્યો હતો. પરંતું, વડોદરાની યુવતી સાથે સંતોષ ન મળતા તેને સેક્સ વર્કર સાથે પોતાની વાસના સંતોષવા જતો હતો. વિરાજની ધરપકડ થતા પોલીસને  કહ્યું કે, હું પુરૂષ છું. મારા ઉપર લોન લેવાના કરેલા આક્ષેપો તદ્દન ખોટા છે. મારા સામે જે અન્ય આક્ષેપો કરેલા છે તેના વિષે મારી પત્નીને પૂછો. આજ રોજ તેના રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!