Gujarat

ગુજરાત પર “તેજ” વાવાઝોડાનો ખતરો!! અંબાલાલ પટેલે કરી દીધી આ મોટી આગાહી, આ તારીખથી અસર થશે?? જાણો આગાહી

ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ છવાયેલું છે, હાલમાં જ અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે, વાત જાણે  એમ છે કે, આપણા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે.   સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,  અરબી સમુદ્રમાં સિવિયર સાયક્લોન ઉદભવી રહ્યું છે.

અરબી સમુદ્રમાં 19મી ઓક્ટોબરે લો પ્રેશર ઉદભવશે. બાદમાં 20-21 તારીખ પછી વેલમાર્ક લો પ્રેશર ઉદભવશે.
અંબાલાલ પટેલે કહ્યું હતું કે 22મી ઓક્ટોબરે વાવાઝોડાનું રૂપ ધારણ કરશે. ત્યારબાદ 23 અને 24મીના રોજ તે ભીષણ વાવાઝોડામાં ફેરવાશે.  આગામી 23 કે 24 ઓક્ટોબરના રોજ દરિયામાં સિવિયર સાયક્લોનનો ટ્રેક નક્કી થશે.

વાવાઝોડાને પગલે  સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંગાળના ઉપસાગરમાં 22થી 24 દરમિયાન વેલમાર્ક લો પ્રેશર ઉદભવશે. 25-26 તારીખે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડાના કારણે મહારાષ્ટ્ર શહેરમાં હવામાનમાં ફેરફાર અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે.  ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી સમુદ્રના ગરમ તાપમાનને કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાત ઉદ્દભવાની સંભાવના છે. હવે જોવાનું રહ્યું છે, કે આખરે આ વાવાઝોડાનું સંકટનો અંત ક્યારે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!