ગુજરાતનુ એવુ ગામ કે જે ચારે કોર પાણીથી ઘેરાયેલુ અને સુવીધાના નામે મીંડુ.
ગુજરાતમાં અનેક એવા ગામ છે, જે પોતાની આગવી વિશેષતાઓનાં લીધે જાણીતા છે. આજે આપણે એક એવા જ ગામની વાત કરીશું જે, ગુજરાતનુ એવુ ગામ કે જે ચારે કોર પાણીથી ઘેરાયેલુ અને સુવીધાના નામે એવું છે કે, તમને એમ થશે કે, આટલી સુંદરતા થી ઘેરાયેલું ગામ સુવિધાઓને અભાવે એવી પરિસ્થિતિમાં પસાર કરે છે. ચાલો અમે આપને આ ગામ વિશે માહિતગાર કરીએ.
આ ગામ તાપી જિલ્લાના કુકરમુંડાનું બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમા સમાવેશ આશરે 500થી વધુ વસ્તી ધરાવતું જુના બેજ ગામ તાપી નદીના કિનારે આવેલ છે અને ગામ લોકો8 માસ હોડીના સહારે અવર જવર કરવા મજબુર બનતા હોય છે. આ ગામમાં સુવિધાઓ અતિ અભાવ છે. શાળા અને આરોગ્યની સુવિધાની વાત જ નહીં કરી શકાય. ગર્ભવતી મહિલાને પ્રસુતિ માટે અંદાજીત 3 કિમીનું હોડીમાં અંતર કાપી, ઝોળીમાં લટકાવીને હોસ્પિટલ લઈ જવી પડે છે.
ગામમાં 50 ઘરોમાં 500 જેટલા સભ્યો છે, આરોગ્ય, શિક્ષણ, રસ્તા, વીજળી, આવાસ સહીત સરકારની યોજનાઓ ગામ પહોંચી નથી. વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામ સુધી આવ્યા જ નથી. 8 માસ બેટમાં રહેતું હોવાથી, ગામના લોકોની માત્ર માછીમારી એકમાત્ર રોજગારીની આવક હોડીની સુવિધા પણ ગામમાં લોકો પોતાના ખર્ચે તૈયાર કરીને ઉપયોગમાં લે છે.
ગામમાં લોકો પશુપાલન કરે છે, પરંતુ દૂધ વેચાણ માટે કોઈ વિકલ્પ નથી, જેથી પશુઓ ઘરે બાંધીને પાડવા મજબુર છે. ચારો લેવા રોજ હોડી લઈને જીવના જોખમે મહિલાઓ નીકળતી હોય છે. ગામમાં સોલર લાઈટની વર્ષ 2016માં સુવિધા આપી હતી, પરંતુ 4 વર્ષમાં જ બંધ પડી છે. જેથી ફરી અંધકારમય જીવન વ્યથિત કરવા મજબુર છે.એક તરફ ગુજરાત વિકાસને આરે છે, ત્યારે આવા ગામડાઓ હજુ પણ વિકાસ માટે તરસી રહ્યા છે.