સુરત :શેર બજાર મા નુકશાન જતા પટેલ યુવાનને આત્મ હત્યા કરી લીધી
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં લોકો માટે પૈસા ઘણા જરૂરી છે આપણે સૌ જાણીએ છીએ કે જીવન જરૂરી ચીજ વસ્તુથી લઈને વૈભવી જીવન શૈલી જીવવા માટે દરેક માટે પૈસા ની જરૂર પડે છે. અમુક લોકોને પૈસા તો જોતા હોઈ છે પરંતુ નાણામેળવવા તેમને મહેનત કરવી પસંદ આવતી નથી અને તેઓ પૈસા મેળવવ માટે ટુકા અને શોર્ટકટરસ્તાઓ શોધે છે. પરંતુ ઘણી વખતઆવા શોર્ટકટ રસ્તાઓ લોકો માટે ઘણા આકરાસાબિત થાય છે.
આપણે અહી એક યુવક ની હત્યાને લઈને વાત કરવાની છે, આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો વધુ પૈસા કમાવવા માટે શેર બજારમાં નાણારોકે છે જે કોઈ ખોટું નથી પરંતુ નાણારોકતા પહેલા માર્કેટની અને તેને લાગતો તમામ વિગતો તપાસીને આગળ વધવું જોઈએ. પરંતુ ઘણા લોકો કોઈ પણ જાતની તપાસ કર્યા વિના અંધારામાં તીર લગાવે તેવી રીતે સમજ્યા વિચાર્યા વિના શેર બજારમાં નાણા રોકે છે.
જેના પરિણામે તેમને ઘણી નુકસાન સહન કરવું પડે છે. આપણે અહી જે યુવકની વાત કરવાની છે તે પણ શેર બજાર ને કારણે આત્મ હત્યા કરી હતી. જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર આ બનાવ રાંદેર અને સિંગણપોર ને જોડતા વિયર કમ કોઝવે નો છે. કે જ્યાં સ્થાનિક લોકોને લાસ જોવા મળતા ફાયર અધિકારી ને જાણ કરી જે બાદ વિભાગના લોકો દ્વારા મૃત દેહને બહાર કાઢી ને પોલીસ ને સોપવામાં આવ્યો જે બાદ તપાસ હાથ ધરવામાં આવી.
પોલીસ તપાસમાં માલુમ પડ્યું કે આ યુવક નું નામ પિંકેશ દિનેશ ભાઈ પટેલ છે કે જેની ઉમર ૨૦ વર્ષ હતી. જણાવી દઈએ કે પિંકેશ કોલેજમાં અભ્યાસ કરતો હતો સાથે શેર બજારમાં પણ ઘણો સક્રિય હતો તેવામાં એક દિવસ તેને માર્કેટમાં ઘણું મોટું નુકસાન થતા ચિંતા આવીને આત્મ હત્યા કરી. પોલીસે પિંકેશ ના પિતા અને ભાઈને પણ ઘટના સ્થળે બોલાવ્યા હતા. જ્યાં પિતા દ્વારા પુત્રના કપડા પરથી તેની ઓળખ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ માં એ પણ જાણવા મળ્યું કે પિંકેશ કાલનો ઘરેથી નીકળી ગયો હતો જે બાદ પરિવાર તરફથી સ્થાનિક પોલીસને પિંકેશ ના ગુમ થયા અંગે રીપોર્ટ પણ કર્યો હતો. જે બાદ પિંકેશ ની આવી હાલત જોઇને હાલમાં પરિવાર માં દુઃખનો માહોલ છે. જણાવી દઈએ કે પિંકેશે આત્મ હત્યા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેને જણાવ્યું કે, “ હું મરી જવા માટે કેવાઝ જાઉં છુ. શેર બજારમાં ૬૭,૫૦૦ નું નુકસાન થયું છે. “ હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનોહ નોંધી તપાસ કરી રહી છે.