પાટીદાર આગેવાન અને ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ કરી આત્મહત્યા ! સ્યુસાઈડ નોટ લખ્યુ કે
હાલ જ એક એવા સમાચાર મળી રહયા છે કે જેના લીધે પાટીદાર સમાજ અને સમગ્ર ગુજરાત મા હકકંપ મચી ગયો છે. રાજકોટ ના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજ ના અગ્રણી મહેન્દ્ર ફળદુએ આત્મ હત્યા કરી લીધી છે તેવી માહિતી મળી છે. આ ઘટના બાદ સમગ્ર પાટીદાર સમાજ અને સૌરાષ્ટ્ર મા દુખ ની લાગણી ફેલાઈ છે.
ઘટના અંગે જાણવા મળ્યુ હતુ કે મહેન્દ્ર ફળદુએ રાજકોટ મા 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી તેમજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જયારે ઓફીસ ના લોકો નહોતા આવ્યા એ પહેલા જ મોત ને વ્હાલુ કરી લીધુ હતુ. આત્મ હત્યા કરતા પહેલા એક પ્રેસનોટ પણ લખી હતી જેમા આત્મ હત્યા કરવાનુ કારણ પણ સામે આવ્યુ હતુ. સુસાઈડ નોટરૂપી પ્રેસ નોટમાં તેમને આપઘાત પાછળ ઓઝન ગ્રુપ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે. અને લખ્યું છે કે, મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી આપતા નથી.
મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા પહેલા જે પ્રેસનોટ લખી હતી તેમા આત્મહત્યા પાછળ જવાબદાર તરીકે રાજકોટ શહેરના બિલ્ડર એમ એમ પટેલ, અમિતભાઈ ચૌહાણ, અતુલભાઇ મહેતા તેમજ અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશ કુમાર કાંતિલાલ પટેલ, દિપક મણિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રાણય કુમાર કાંતિલાલ પટેલ નામના વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે.
આ ઘટના ની જાણ થતાની સાથે જ સગા સંબંધી ઓ અને પાટીદાર સમાજ ના આગેવાનો હોસ્પીટલે પહોંચી ગયા હતા અને સમગ્ર પાટીદાર સમાજ મા દુખ ની લાગણી ફેલાઈ હતી. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસમોટર્મ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર ફળદુએ સંતાન મા એક દિકરો છે અને તેના હાલ મા જ લગ્ન થય ચુક્યા છે આ ઉપરાંત ગઈ કાલે ઓફિસ સ્ટાફ ને કાલે મોટુ આવવાનું કીધું હતુ અને આજે સવારે 10 વાગ્યા ના અરસા મા પોતાનુ જીવન ટુકાવ્યું હતુ.
મહેન્દ્ર ફળદુ ક્લબ યુવી, ઉમિયા માતાજી મંદિર – સિદસર, સરદારધામ, VYO હવેલી, જેવી સંસ્થામાં જવાબદારી સંભાળતા હતા અને સામાજીક કાર્યો મા પણ ઘણા અગ્રેસર હતા જયારે હાલ અચાનક તેમના મૃત્યુ ના સમાચાર સામે આવતા સૌરાષ્ટ્ર મા ઘળભળાટ મચી જવા પામ્યો હતો.